÷÷÷÷÷÷÷÷÷÷÷÷માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જીવનધારા સંસ્થાના સમાજ ઊપયોગી પ્રશંસનીય કામો દર્શાવે છે ડો.હરીશ પટેલ છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા 300 નિરાધારોને આશરો આપીને આર્થિક મદદ કરે છે.
આ સંસ્થામાં મેડિકલ સેન્ટર પણ છે. 2 મેડિકલ વાન છે. દરરોજ 400 લોકોને ભોજન વિતરણ કરવામાં આવે છે. આઈ કેર વિના મૂલ્યે તથા દર મહિને 150 લોકોને ઓપરેશન રાહત દરે કરવામાં આવે છે. થોડા મહિના બાદ વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર ક્લાસ શરુ કરવામાં આવશે.
સિનિયર સિટીઝનોને 10 રૂપિયામાં ટિફિન ઘરે બેઠાં આપવામાં આવે છે.
વિધવા, દિવ્યાંગ તથા આર્થિક રીતે પછાત બહેનોને વિનામૂલ્યે અનાજની કિટ તેમજ બહેનોને સ્વાવલંબી બનાવવા ગૃહ ઊદ્યોગ પણ ચલાવવામાં આવે છે.
સંપર્ક સૂત્ર::
9099144564
×××××××××××××××
ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા સંત મહંતરામ બાપુના હસ્તે જરુરીયાતમંદ લોકોને સેટેલાઇટમાં 200 વ્હીલચેર અને 7 થી 12 ધોરણ ભણતા દરેક બાળકને એજ્યુકેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અર્ક::::::::
રે આજ અષાઢ આયો, મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !!!
તમને મુબારક તમારો સંસાર અને સામાજિક વહેવારો
ઓ સંસારી જીવો !
અમે સેવાકિય કામો કરીને આવતા ભવનું ભાથું બાંધવામાં વ્યસ્ત છીએ, મસ્ત છીએ.