ગંગા નદીની ઉત્પતિ હિમાલયના ગોમુખ હિમ નદીમાંથી થાય છે જ્યાં એને ભાગીરથી કહેવાય છે. અલકનંદા નદી જ્યારે ભાગીરથીને મળે છે ત્યારે આ સંગમ ગંગા તરીકે ઓળખાય છે. ગંગા ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈ બાંગ્લાદેશમાં પ્રવેશ કરીને પદ્માના રુપમાં બંગાળની ખાડીમાં ભળી જાય છે.
આપણા દેશમાં ગંગાને માતા અને મોક્ષદાયિનીનો દરજ્જો મળેલ છે. ગંગાના જળને અમૃતતુલ્ય અને પવિત્ર માનવામાં આવે છે. દરેક ધાર્મિક અને સાંસ્કૃતિક અનુષ્ઠાનમાં તથા શબના મોં માં એક ચમચી ગંગા જળ પીવરાવવામાં આવે છે. ગંગાના કિનારે હરિદ્વાર, ઋષિકેશ, વારાણસી, પ્રયાગરાજ અને ગંગાસાગર આવેલા છે જ્યાં કુંભમેળાનાં આયોજન થાય છે.
ગંગાની બીજી કાળી બાજુ તેના પર અતિ દબાણ, ઔદ્યોગિક પ્રદૂષણ અને ધાર્મિક કર્મકાંડના કારણે ભયંકર પ્રદૂષણ ફેલાયું છે કે તેમાં ન્હાવાથી કે પાણી પીવાથી ચામડીના અને અન્ય અસાધ્ય રોગો થાય છે,એમ ભાજપના સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલબિહારી બાજપેઈએ ગંગાનું પાણી કેવું છે એ ચકાસવા મોકલેલ વૈજ્ઞાનિકોની ટીમે ચકાસણી બાદ રિપોર્ટ આપ્યો હતો.
જો ગંગા નદીમાં એક વાર સ્નાન કરવાથી પવિત્ર અને પુણ્યશાળી થવાતું હોત તો ગંગા કિનારે રહેતા લાખ્ખો લોકો અને સ્નાન કરનારા લાખ્ખો એમ કુલ કરોડો લોકો પવિત્ર અને પૂણ્ય શાળી થવા જોઈતા હતા પણ આપણે જોઈએ છીએ કે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર , ઝારખંડ , પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં માનવતા સભર માણસો રહે છે કે કેમ એવા સવાલ પેદા કર્યા છે.
ગંગા નદીમાં પવિત્રતા અને સભ્યતા પ્રવાહિત થવાના બદલે વર્તમાન યુગમાં ઇન્સાનિયતનાં મડદાં તરે છે. હરિદ્વારમાં ગંગાના પાણીમાં રોજ સ્નાન કરતા અને ગંગાનું જ પાણી પીતા વેપારીઓ પવિત્ર થવાના બદલે જાત્રાએ આવતા કરોડો શ્રધ્ધાળુઓને પેટ ભરીને ચીરે છે.
અર્ક:::::::
અષાઢ સુદ પૂર્ણિમાએ ઉજવાતી ગુરુપૂર્ણિમા વેદ વ્યાસની બર્થડે છે.
સમય બદલાયો છે, ભણવાની સાથે સાથે નોકરી પણ કરો.
પતિ-પત્ની જો બંને નોકરી કરતા હોય તો તેમના સંતાનોને સંસ્કાર નહીં મળતા હોવાથી મોટાભાગે સંતાનો બગડે છે, જેનો જીવંત દાખલો હું ( ડો.હરીશ પટેલ ) છું.અને વાલિયામાંથી વાલ્મિકી ઋષિ બનવાનો જીવંત દાખલો પણ હું છું !!!
मानो तो मैं गंगा मा हुं, ना मानो तो बहता पानी !!!