પૈસા ભલે તમે ભેગા કરો, પણ જો એ યોગ્ય રીતે વપરાય નહીં, અને બેન્કમાં પડ્યા જ રહે તો એ પૈસા તમારા માત્ર આંકડા જ છે, અને વારસદારોના છે એમ માનવું.
જે પૈસા તમારા વિકાસ પાછળ, દીનદુ:ખિયાને મદદ કરવા પાછળ વપરાય નહીં, કોઈનું ભલું કરવા પાછળ કે તમને આનંદ કે સંતોષ મળે એવા કામ ખાતર ખર્ચાય એ જ પૈસા તમારા ગણાય. જે નિષ્ક્રિય Non Productive value તરીકે પડ્યા રહે, જેને કમાવા પાછળ તમે કરેલા શ્રમનું તમને વળતર ના મળે, જેના કારણે તમને કોઈ સુખ-સંતોષ ના મળે એ પૈસા તમારી પાસે હોય તો પણ તમારા ના ગણાય.
એક ઘરમાં પતિ પત્ની રહેતાં હતાં. ઘરકામ માટે નોકર રહેતો હતો. પૈસાની તકલીફના કારણે પતિ પૈસા કમાવા વિદેશ ગયો. ત્યાંથી તે પૈસા મોકલતો હતો. આમ પત્ની ધનવાન થતી ગઈ. એક દિવસ પતિ મરી ગયો. પત્ની નોકરને પરણી ગઈ. નોકરે કહ્યું; ” તે પૈસા આપણા માટે કમાતો હતો. “
આધુનિક સમાજમાં લોકો પૈસા સંતાન, પુત્રવધૂ કે જમાઈ માટે એકઠા કરે છે. તેમના અવસાન પછી સંતાનો, પુત્રવધૂ કે જમાઈ એશ કરે છે. જો કે મફતમાં મળેલું ધન તેમને પચતું નથી, કોઈને પણ પચતું નથી. ફૂટી નીકળે છે. સાચી રીત એ છે કે એકઠા કરેલા રુપિયા પરમાર્થમાં વાપરીને આવતા જન્મનું ભાથું બાંધવું જોઈએ.
અર્ક:::::::
छोटी-सी जिंदगी है किस किस को खुश करें यारो, एक को मनाएं तो दूजा बुरा मान जाता है । दीपक जलाते है तो अंधेरा बुरा मान जाता है !!!
जिसका ये एलान है कि वो मझे में है,
या तो वो फकीर है या तो वो नशे में है ।।
કેવી રીતે કહું કે તમે મારાં ખાસ કેટલાં ?
આવ્યા કરો છો વારંવાર યાદ એટલાં,
દરરોજ આંગળી દબાવી મેસેજ મોકલું હું જેટલાં !!!
——ડો.હરીશ પટેલ