……..મહાન ચાણક્યના આ વિધાન પર કશી ટીકા કે ટિપ્પણ કર્યા સિવાય ડો.હરીશ પટેલ તા. 23 જુલાઈ 2025 ના દુઃખદાયક સમાચાર રજુ કરે છે.
” અમદાવાદના બોપલમાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં આર્થિક ભીંસના કારણે એક શિક્ષકે 14 મા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો છે. “
………….આ સમાચાર અમારે એટલા માટે લખવા પડ્યા કે ચૂંટણી રણનીતિના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ એક પછી એક રાજ્યો નીતિ કે અનીતિથી હડપ કરીને અણઘડ શાસન કરનાર આધુનિક ચાણક્યના રાજમાં હજારો બેરોજગારો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ, મહિલાઓ, દલિતો અને શિક્ષકો આત્મહત્યા કરે છે પણ એમના વિશાળ પેટનું પાણી પણ હલતું નથી !!!
અર્ક::::::
તમે ગમે તે જીવન પસંદ કરો, જરુરી નથી કે તેની કિંમત તમારે અકાળે મોતથી ચૂકવવી પડે !!!
બીમારીઓને દૂર કરીને શરીરને આપોઆપ સાજુ કરે એ કુદરતની મહાન રોગપ્રતિકારક શકિત પર અવિશ્વાસ એ આધુનિક શિક્ષણની દેન છે.