2030 સુધીમાં દર વર્ષે 50 કરોડ લોકો એરોપ્લેનમાં મુસાફરી કરશે.
……ભાજપ શાસનમાં ધનવાનોને જલસા ! મધ્યમવર્ગ ગંધાતા રેલ્વે ડબ્બામાં મુસાફરી કરશે .વત્તા 2030 સુધી ભાજપને ચૂંટજો.
સ્વદેશી હથિયારથી અને રશિયાના એસ-400 મિસાઇલ સિસ્ટમના યુનિટથી સેનાને મળશે નવી તાકાત.
…….વાતોના વડા ! યુધ્ધ હથિયારોથી લડાય છે. હથિયારો વિલંબથી મળે છે એમ સેનાના વડા ચૌહાણ સાહેબે ઘટસ્ફોટ કર્યો છે. જેમ વિલંબિત ન્યાય અન્યાય બરાબર છે તેમ વિલંબથી હથિયાર મળે તો યુધ્ધ હારી જવાય !!!
પાકિસ્તાન ભારતના જવાનોના સરકલમ કરે છે ત્યારે ભારત ચેતવણી આપે છે.
……પાકિસ્તાન તોપગોળાથી ભારતનું પૂંચ શહેર નેસ્તનાબૂદ કરે છે ત્યારે ભારત કહે છે શત્રુઓને ગોળીનો જવાબ તોપગોળાથી આપીશું.
પાણી અને લોહી એક સાથે વહી ના શકે એમ ભારતીય પ્રતિનિધિમંડળ મલેશિયામાં જઈને કહે છે.
……..સરહદ પર 1947 થી દરરોજ અને 4 વખત યુધ્ધો થયા તેમાં 20,000 જવાનોના અને નાગરિકોના લોહી પાણીની જેમ વહ્યા એનું શું ???
ભારત 5 વર્ષમાં 50 એરપોર્ટ વિકસાવશે
……પછી અદાણીને પાણીના ભાવે વેચી મારશે, જેમ અમદાવાદનું સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ વેચ્યું તેમ .
ભારત વૈશ્વિક અર્થતંત્રમાં ચોથા ક્રમે.
…….પણ 2025 માં ભારતના માથે 181.68 ટ્રિલિયન રુપિયા એટલે કે 2.091 ટ્રિલિયન ડોલરનું દેવુ છે એનું શું ???
ગૌતમ અદાણી સામે અમેરિકાના પ્રોસિક્યૂટર્સ દ્વારા નવેસરથી તપાસ થશે.
…….જેને રામ ( પીએમ ) રાખે તેને કોણ ચાખે ???
ખાંડમાં કાર્બન હોવાથી ખાવી હાનિકારક છે.
ખાંડ ધીરે ધીરે છોડી દેવી ફાયદાકારક છે.
——ડો.હરીશ પટેલ