અમદાવાદના મોટાભાગના માર્ગ વાહનચાલકો માટે ભયાવહ બની ગયો છે. ચોમાસાની શરૂઆત થતા જ આ માર્ગ પર ઠેર ઠેર ઊંડા ખાડાઓ, તૂટેલા પેચ અને પાણી ભરાયેલા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે.રોડ પર ખાડા છે કે ખાડા માં રોડ એજ ખબર નથી પડતી…!કોઈના ખાડા પૂરવામાં શાન માં સમજી ગયા હસો…!રાજકારણી અને નેતા/અધિકારી નાં પેટ નાં ખાડા ભરવા માટે આ ખાડા પડે છે…નવા રોડ બનાવે છે પણ એક વર્ષ મા ખાડા પડી જાય છે તો આ વિકાસ કેવો કોનો થાય છે સમજાતું નથી…આ ખાડા પડીને પોતાના પેટના ખાડા ભરે છે. સરકારી અધિકારીઓની મિલી ભગત નું પરિણામ છે.કોઈ અધિકારી ઉપર કે કોન્ટ્રાકટર કાર્યવાહી થઈ હોય અને જેલના ગયા હોય તેવો કોઈ દાખલો નથી…માર્ગની આ દયનીય સ્થિતિને કારણે નાના-મોટા અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદ દરમિયાન આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે.વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે.આવા અનેકો અનેક ખાડા ના લીધે જો કોઈ વાહન ચાલકને અકસ્માત થાય અને ના કરે ને નારાયણ ચાલક નું મૃત્યુ થાય તો તેની જવાબદારી કોની??કાયદાકીય કાર્યવાહી નહી જ થાય. આખુ તંત્ર સડેલુ છે,મીલીભગત…!