કેન્દ્રની શ્રમ, કાયદા અને. કર્મચારીઓને લગતી નીતિ
કામદાર વિરોધી
ખેડૂત વિરોધી
દેશ વિરોધી અને
અબજોપતિ કોર્પોરેટ તરફી છે માટે દેશના 10 મોટા ટ્રેડ યુનિયનો આજે 9 ડિસેમ્બરે દેશ વ્યાપી હડતાળ પાડવાના છે.
આજના ” ભારત બંધ ” માં 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે. આથી વીજળી, બેન્ક, એસટી, વીમા , ટ્રેન, વાહનવ્યવહાર અને ટપાલ સેવાને માઠી અસર થશે.
મોદી સરકારે તેમના દસ વર્ષના શાસનમાં વાર્ષિક લેબર કોન્ફરન્સ યોજી નથી. અને દેશ વિદેશી ધનાઢ્ય કોર્પોરેટ કંપનીઓની કરોડો લોનો માફ કરી છે પણ શ્રમિકોના કલ્યાણ માટે કોઈ પગલાં ભર્યાં નથી.
ભારત બંધમાં ગુજરાતના 20,000 બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાવાના હોવાથી સરકારી અને ખાનગી બેન્કો બંધ રહેશે.
અર્ક::::::
માત્ર મનુષ્યો જ નહીં, દેવતાઓ પણ ગુરુ પ્રત્યે સમર્પિત હોય છે.