આપણા દેશમાં મોટા ભાગની વસ્તી હેપેટાઈટિસની બીમારી સાથે મરવાના વાંકે જીવી રહી છે. આ રોગ દુષિત પાણી અને દુષિત ભોજનથી થાય છે. તે ચેપી છે. આ બીમારીમાં 10 વર્ષના બાળકથી માંડીને 25 વર્ષના યુવાનો સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે.
લક્ષણો:::::::
ખૂબ થાક કે નબળાઈ લાગે, ઉબકા, ઉલ્ટી, ઝાડા, પેટમાં નીચલી પાંસળીની ઉપર જમણી બાજુ લીવર પર દુખાવો, તાવ, ગાઢા રંગનો પેશાબ, સાંધામાં દુઃખાવો, ત્વચા અને આંખનો સફેદ ભાગ પીળો થાય.
આ રોગમાં લીવર ફેઈલ્યોર થવાથી ગુજરાતમાં 95 અને દેશમાં 474 મૃત્યુ થયાં છે. કમળામાંથી પણ હેપેટાઈટિસ થાય છે. બ્લડટેસ્ટથી આ રોગની ખબર પડે છે.
ઉપાય:::::
સ્વચ્છતા, બજારનું ભોજન બંધ કરીને ઘરનું સાત્વિક ભોજન લેવું, ઉકાળેલું હુંફાળુ ગરમ પાણી 24 ×7 પીવું અને ડોક્ટરની ત્વરિત સારવાર લેવી જરુરી છે.

અર્ક::::::
60 વર્ષ પછી જે કોઈ સિનિયર સિટીઝન લક્ષ ( ધ્યેય, goal ) વગર જીવન જીવતા હોય , આવકના 10 ટકા પરમાર્થના કામોમાં ના વાપરતા હોય તથા પાછળ રહી ગયેલા બંધુઓને ખભો દઈને બેઠા ના કરતા હોય તેમજ પરમાત્માની સૃષ્ટિના વૈભવમાં ચપટી વૈભવ ઉમેર્યા વગર સ્મશાનમાં જવા માગતા હોય તેમણે ઢાંકણીમાં ………….
_——-આજે બસ આટલું જ,
શુભ રાત્રિ
—હું છું કડવા લીમડા જેવો આપનો જ,
—ॐ રુપમ જી@ડો.હરીશ પટેલના ॐ સદગુરુદેવ
તારીખ:28-07-2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *