દલિત સાહિત્ય માટે
યુએસ પોપ્યુલેશન એવોર્ડ મળ્યો હતો તે
એવોર્ડ 2025 માં મુઠ્ઠી ઉંચેરા માનવી વર્ષા દેશપાંડેને
મળ્યો છે
વર્ષા દેશપાંડે છેલ્લા 35 વર્ષથી સમાજની પછાત વર્ગની મહિલાઓ માટે 1990 માં દલિત મહિલા વિકાસ મંડળની સ્થાપના કરીને ન્યાય, સશકિતકરણ, વ્યવસાયિક તાલીમ, કાયદાકીય માર્ગદર્શન અને સ્વાવલંબન માટે સાધનો પૂરાં પાડવા, મહિલાઓનું શોષણ અટકાવવું, મિલ્કતમાં સ્ત્રીઓના અધિકાર સુરક્ષિત કરવા તથા બાળવિવાહ વિરુદ્ધ અભિયાન ચલાવવા જેવાં કામ કરે છે.
તેમના સેવાભાવી નિસ્વાર્થ કાર્યના લીધે હજારો દલિત મહિલાઓના જીવનમાં તથા પરિવારોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
ડો.હરીશ પટેલની 100-100 સલામ છે વર્ષા જીને
અર્ક:::::::::
ત્રાજવું લઈ સબંધ કોઈ તોળશે નતી ખબર,
સમીકરણ સબંધનાં બદલાઈ જશે નતી ખબર,
તમે તો સહેલાઈથી કહી દીધું અલવિદા,
અમારી ઉંઘ વેરણ થશે નતી ખબર.
અમે તમને અમારાં માનતા હતા,
તમે નહોતા માનતા એ અમને નતી ખબર
મોતનો મલાજો જાળવીને તમે રડ્યાં હતાં ખરાં,
પણ પાંપણો કોરી રહેશે ” હરીશ ” નતી ખબર.