કોઈ પણ કટોકટીની સ્થિતિમાં 112 નંબર પર કોલ કરીને ” 112 ઇન્ડિયા ” એપના માધ્યમથી તાત્કાલિક મદદ મેળવી શકાય છે. તેમાં પોલીસ મદદથી માંડીને તબીબી સેવા, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની 12 પ્રકારની સેવા છે. તેમાં મદદ માગનારનું લોકેશન સીધું જ નિયંત્રણ રુમ સુધી પહોંચી જાય છે. જેથી તાત્કાલિક મદદ મળે છે. સરકારે દેશના તમામ ઈમરજન્સી હેલ્પ લાઈન નંબર 112 સાથે જોડી દીધા છે.
અર્ક::::::::
સકારાત્મકતા આપણને આકર્ષક બનાવે છે ને આત્મવિશ્વાસ સફળતા અપાવે છે.
ગ્રાહકને જોઈતું હોય તેનાથી વધુ આપવું એ ગ્રોથ માટેનો શ્રેષ્ઠ મંત્ર છે. ભગવાન પણ ખોબો માગે તો પાત્ર વ્યક્તિને દરિયો દઈ દે છે.
——-ડો.હરીશ પટેલ