કેવા ડોક્ટર પાસે સારવાર કરાવશો ? ભગવાન જેવા કે પૈસાના પૂજારી પાસે ?
ભગવાન જેવા ડોક્ટરને ધન ઉપાર્જન અને સ્વપ્ન સિદ્ધિ કરતાં દર્દીના રોગના લક્ષણ નહીં પણ કારણને ઓળખીને ઓછામાં ઓછી દવા દ્વારા યોગ્ય આહાર-વિહારની પદ્ધતિ દ્વારા સારવાર કરીને જલ્દી સાજો કરવામાં વધુ રસ હોય છે. દર્દીનું ભલું થજો એવી પ્રાર્થના કરનાર ડોક્ટર પાસે સારવાર કરાવવી જોઈએ.
આજકાલ પૈસાના પૂજારી ડોક્ટરોનું પ્રમાણ વધી ગયું છે. તેઓ ફાઇવ સ્ટાર જેવી બનાવેલી હોસ્પિટલ અને કરોડો રુપિયાના મેડિકલ ઉપકરણોના લોનના હપ્તા બીલ દ્વારા દર્દીઓ પાસે ભરાવે છે. 38 % કમરના , 50 % ઢીંચણના, 55 % ગર્ભાશયના, 62 % સ્ટેન્ટ બેસાડવાના અને 70 % સિઝેરિયનના બિનજરુરી પાંચ ઓપરેશનો દ્વારા રોજબરોજ લાખ્ખો રૂપિયા એકઠા કરીને અકાળે જેલને કે મોતને શરણે જાય છે.
મુંબઈના સુપ્રીમો બાલ ઠાકરેનું હાર્ટનું ઓપરેશન વન ઓફ ધ બેસ્ટ હાર્ટ સર્જન નિત્યાનંદ મંડકેએ કર્યું હતું. સફળ ઓપરેશન પછી ડોક્ટરે ઠાકરે સમક્ષ અદ્યતન હાર્ટ હોસ્પિટલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ઠાકરેએ પૈસાની વ્યવસ્થા કરી આપી. ડોક્ટરે ફાઈવ સ્ટાર હોટલ જેવી હોસ્પિટલ બનાવીને 25,000 સફળ હાર્ટ ઓપરેશનો કર્યા પછી 45 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવવાથી મોતને ભેટ્યા. હાય પૈસાના કારણે સતત ચિંતિત દોડધામ, ખાવાનાં ઠેકાણાં નહીં ડો. નિત્યાનંદના અકાળે અવસાનનાં કારણો હતા એમ તેમના પત્નીએ કહ્યું હતું.
જો કે બધા ડોક્ટરો આવા નથી હોતા. કેટલાક ભગવાનથી ડરનારા ડો. સંદીપ શાહ, ડો. મનોજ જાદવ અને ડો. હિતેશ રામાનુજ જેવા પ્રાણામિક ડોક્ટરો પણ હોય છે જેઓ વરિષ્ઠ નાગરિકો,ગરીબ અને મધ્યમવર્ગિય દર્દીઓ પ્રત્યે સંવેદનશીલ હોય છે.
જો કે હાલના જમાનામાં ડોક્ટરનો સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ એવું દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરનાર ડો.હરીશ પટેલનું સૂચન છે. અને દર્દીઓને કેમિકલી દવાઓના બદલે કુદરતી સ્ત્રોતમાંથી બનેલી દવાઓ આપવાનો સમય પાકી ગયો છે એવું સૂચન પણ તેમણે કર્યું છે.
સાથોસાથ નકલી દવાઓ બનાવનારાઓને ફાંસી આપવાની માગણી તેમણે સરકારશ્રી સમક્ષ કરી છે.
અર્ક:::::
પૃથ્વી સમું નહીં બેસણું, આભ સમું નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર.
—-આ સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા આપબળનું મહત્વ સમજાવવામાં આવ્યું છે.