ચોમાસામાં ઉગતી ભાજી જેવી કે મોરશની ભાજી, પાણીચી ભાજી કે વોટર ક્રસ ભાજી થાઈરોઈડ જડમૂળથી મટાડે છે. આ ભાજીઓમાં ભરપૂર માત્રામાં આયોડિન અને ઓમેગા છે. એન્ટિ ઓકસીડેન્ટ છે. ઊચ્ચ પ્રકારનું કેલ્શિયમ છે. ભારંગી ભાજી ડાયાબીટીસ પર અકસીર છે. ડાયાબીટીસના દર્દીને પગ સડવાની gangrene સમસ્યા થાય ત્યારે ભારંગી ભાજી પગ સડતો અટકાવે છે. આપણા દેશમાં આ ભાજીએ પૂજામાં સ્થાન મેળવ્યું છે.
આ ઉપરાંત ચોમાસામાં થતી ખાપરા ભાજી, ટાકળા ભાજી, ભોરંગી તુપકડી , લુણીભાજી, ડુંગર ભાજી અને પોઈભાજી વિવિધ રોગો થવા દેતી નથી, અને જો થયા હોય તો જડમૂળથી મટાડે છે. આને કહેવાય કુદરતી ઊપચાર, પ્રાકૃતિક ચિકિત્સા, નેચરોપથી, જે આપણા વડીલો કરતા હતા ને 100 વર્ષ સુધી નિરોગી રહેતા હતા.
અર્ક::::::::
લોકો પ્રેમ કરવા માટે હોય છે, વસ્તુઓ વાપરવા માટે હોય છે. આધુનિક યુગમાં લોકો, લોકોને વાપરે છે અને વસ્તુઓને પ્રેમ કરે છે.
——-ડો.હરીશ પટેલ
=====================
મોરને પ્રિય મોરૈયો=જાદુઈ બાજરો= બ્રાનયાર્ડ મિલેટ=Brainard Millet
તંદુરસ્તી માટે પૌષ્ટિક ગુણોનો સુપરફૂડ મોરૈયાના સ્વાસ્થ્ય લાભ
- હાડકાં મજબૂત રાખવામાં ગુણકારી
- પાચનતંત્ર સુધારે
- વજન, ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે
- એન્ટિ ઓક્સિડેન્ટ હોવાથી ડિટોક્સિફાઇંગ એજન્ટ તરીકે કામ કરીને કેન્સરથી બચવામાં ઉપયોગી
મોરૈયામાંથી ઢોંસા, ચકરી, ખીર, ઈડલી, ઊત્તપમ , ટિક્કી , ખીચડી, ખીર, પુલાવ અને ભજિયા બનાવી શકાય છે.
અર્ક:::::::
કડવા વેણના ઘા દેખાતા નથી પણ વાગે અંદર સુધી.
——-ડો.હરીશ પટેલ
વરિષ્ઠ ડાયેટિશિયન નિષ્ણાત