સમાજમાં જે પરંપરા ચાલતી હોય એનાથી કોઈ ઊલટું ચાલે એ લોકો સ્વીકારતા નથી. સમાજની માન્યતાઓને પડકારનારને નાત બહાર મૂકીને કે અન્ય સજા કરવામાં આવે છે.
ધાર્મિક કર્મકાંડો અને કુરિવાજો સામે પોતાની સ્વતંત્ર વિચારસરણી માટે સોક્રેટિસને ગ્રીસમાં ઈ.પૂ. 399 માં મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હતી. જીસસને તેમના જ અનુયાયીઓએ તેમના દેહ પર ખીલા ઠોકયા હતા. આજે ખ્રિસ્તી ધર્મ વિશ્વમાં પ્રથમ ક્રમે છે. પોતાનું પેટ ભરવા અનેક દેવી દેવતાઓની દુકાનો ખોલીને બેઠેલાઓને મહમદ પયગંબરે કહ્યું કે ઈશ્વર કે અલ્લાહ એક જ છે. તો તેમને આખી જિંદગી તલવાર લઈને બચવા માટે ભાગતા રહેવું પડ્યું હતું. આજે ઈસ્લામ વિશ્વમાં મહાન ધર્મોમાં બીજા ક્રમે છે. રુપ રુપના અંબાર સમી વ્હાલસોઈ પત્ની, કેલૈયા કુંવર જેવા લાડકવાયો દોમદામ સાહ્યબી અને રાજપાટને અડધી રાતે એક ઝાટકે છોડી દઈ જગતને દુઃખ મુક્ત કરવા તપ કરવા નીકળી પડનાર અને હિન્દુ ધર્મની ” માણસ જન્મે બ્રાહ્મણ છે ” એ થિયરીને ” માણસ કર્મે બ્રાહ્મણ છે ” એમ કહીને પડકારનાર ગૌતમ બુદ્ધનો બૌધ્ધ ધર્મ આજે વિશ્વના મહાન ધર્મોમાં ત્રીજા ક્રમે છે. જો મૂર્તિમાં રહેલ ભગવાન પોતાના ઉપર વિષ્ટા કરનાર ઉંદરને અટકાવી ન શકતો હોય તો મૂર્તિમાં ભગવાન ના હોઇ શકે એમ કહીને જિંદગીભર માટે મૂર્તિ પૂજા કરવાનું છોડી દઈ હવનની અહાલેક જગાવી ચાર વેદનું ભાષ્ય લખી ” આર્ય સમાજ ” ના સંસ્થાપક સ્વામિ દયાનંદ સરસ્વતીને તેમના જ રસોઈયા દ્વારા ઝેર અપાવી મારી નખાયા હતા. આજે પણ ભારતમાં આર્ય સમાજની સેંકડો ડીએવી સ્કૂલો-કોલેજોમાં હવન કર્યા પછી જ શિક્ષણની શરૂઆત થાય છે. બાઈબલમાં પૃથ્વી ચોરસ છે એ વિધાનને પડકારીને ખગોળશાસ્ત્રી ગેલેલિયોએ કહ્યું હતું કે પૃથ્વી ચોરસ નથી પણ નારંગી જેવી ગોળ છે . આથી છંછેડાએલા ખ્રિસ્તી માંધાતાઓએ ગેલેલિયોને ઝેર આપ્યું હતું. આજે આખું જગત પૃથ્વી ગોળ છે એમ માને છે અને બાઈબલનું એ વિધાન હટાવી દેવામાં આવ્યું છે.
આધુનિક યુગમાં કરોડો લોકો યુરિયા ખાતર, પેસ્ટીસાઇડ અને જંતુનાશક દવાઓથી પકવેલો આહાર ખાય છે એ જમાનામાં ઓર્ગેનિક ફૂડ અને નેચરોપથીને સમર્પિત હું ( ડો.હરીશ પટેલ ) દેશી ખાતરથી પકવેલાં શાકભાજી, અનાજ, કરિયાણું, ફ્રુટ્સ , ઓર્ગેનિક કપડાં ,પ્રાકૃતિક ચિકિત્સા અને હોમ થેરાપીનો છેલ્લા 26 વર્ષથી પ્રચાર પ્રસાર કરું છું પણ અંશત: સફળતા મળી છે. જો કે હું આશાવાદી છું કે એ દિવસ દૂર નથી જ્યારે દરેક ઘરના આંગણે શાકભાજી વેચનાર ઓર્ગેનિક શાકભાજી વેચવા આવશે, દરેક કરિયાણાની દુકાનમાં ઓર્ગેનિક કરિયાણું વેચાતું હશે. દરેક હોટલ બહાર બોર્ડ હશે ” Organic food sold here ” જેમ અમેરિકામાં છે. વડાપ્રધાને પણ જૈવિક
પ્રાકૃતિક ખેતી માટે પચાસ હજાર કરોડ રુપિયા ફાળવ્યા છે એ શુભ નિશાની છે.
અર્ક::::::::
દરેક મેસેજના અંતે લખાતો “અર્ક “ઇન્ડિયા જ નહીં , અમેરિકામાં પણ લોકપ્રિય થવાથી અર્ક, ગઝલ, કવિતા, નઝમ, હાઈકુ, શાયરી, રુબાઈ, મહાકાવ્ય, જોડકણાં અને અછાંદસ પુસ્તક સ્વરુપે પ્રગટ કરવાનો વિચાર છે. સ્પોન્સર અને પૂછપરછ આવકાર્ય છે.