બ્રિટનના ફાર્માસિસ્ટ પ્રિસ્ક્રાઇબર શીના બગ્ગાના કહેવા મુજબ પગના નખની બનાવટ અને રંગમાં ફેરફારથી શરીરમાં પોષણની ઉણપ, ડાયાબીટીસ, બ્લડ સરકયુલેશનની તકલીફ અને કેન્સર જેવી બીમારીઓના સંકેત મળી શકે છે.
જો નખ ભૂરા દેખાય તો બ્લડ સરક્યુલેશનની ઉણપનો સંકેત હોઈ શકે છે. જેમાં નાની ધમનીઓ સાંકડી થવા લાગે છે.
જો પીળા નખ હોય, ટૂટવા લાગે કે મોટા થઈ રહ્યા હોય તો ફંગલ ઇન્ફેક્શનનો ( ખંજવાળ ) સંકેત હોઈ શકે છે. તેમજ સોરાયસીસના કારણે પણ હોઈ શકે છે, જેનાથી નખ ઉખડવા લાગે છે.
જો સોજાયેલા પગની આંગળીઓ હોય તો આ લિમ્ફેટિક સિસ્ટમમાં ગરબડ, ખરાબ બ્લડ ફલો અથવા ગાઉટના કારણે હોઈ શકે છે.
જો નખ ગુલાબી, પારદર્શક હોય તો તેને હેલ્ધી નખ કહેવાય છે. પણ જો નખમાં ઉપર મુજબ ફેરફાર થવા લાગે તો ચેતી જજો.

અર્ક::::::
લાઇફ નામે કોમેડી, ના સમજો તો ટ્રેજેડી !!!

હાસ્ય અને કરૂણતા એક સિક્કાની બે બાજુ છે.
——ડો.હરીશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *