ધન ઉશેટવામાંથી નવરા પડિયે, પરિવારની પળોજણમાંથી બહાર નીકળીએ, સામાજિક કામો પતાવીએ, પછી દેવદર્શન કરવા જઈએ, એને કહેવાય સગવડિયો ધરમ. !!!
કામમાં આવે એવા છે માટે બે-ચાર મહીને એક વાર જઈએ, સમાજના વહેવાર કરીએ, સ્વાર્થને વધુ મહત્વ આપીએ, એને કહેવાય સગવડિયો સંબંધ.!!!
અડોશમાં કોણ, પડોશમાં કોણ રહે છે ,કંઈ જ ખબર નથી. રસ્તામાં મળે ત્યારે ગાલ ફૂલાવે એને કહેવાય સગવડિયા પડોશી !!!
અર્ક:::::
આધુનિક યુગમાં પરિવારના સભ્યો ઘરમાં પડોશીઓની જેમ રહે છે !!!
हम एक दूसरे को सुखी समझते है । पर वास्तव में सुखी वो है जिसे आंतरिक शान्ति मिली हो । आप चाहे मध्यमवर्गीय हो या करोड़पति हो, जब तक आपको मन की शांति नहीं मिली, तब तक आपको सुकून नहीं मिल सकता ।।
AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જુવાનોને એવો ફોટો બતાવે કે ઘડપણમાં તમે આવા કરચલીવાળા, કદરુપા અને કમજોર હશ…
[19:24, 27/06/2025] Dr Harish Patel Offcer Flet: મોર્નિંગ વોક શા માટે ?
મોર્નિંગ વોક તમારા લોહીને ધબકતું રાખે છે. અને એન્ડોર્ફિનનુ પ્રમાણ વધારીને સર્જનાત્મક પોઝીટીવ વિચારો લાવે છે. ચયાપચયની ક્રિયા સુધારીને પાચનમાં મદદ કરે છે. આ ફાયદા મેળવવાની શરત એ છે કે પ્રદૂષણયુકત રસ્તામાં ચાલવાના બદલે બગીચામાં ચાલો, વાતો ના કરો અને વાહિયાત વિચારો ના કરો. જો ચાલવા છતાં બીમાર પડો તો તે પ્રદૂષણના કારણે હશે માટે માસ્ક પહેરો.
અર્ક:::::::
ઊધઈ જિંદગીભર લાકડાને ખાતી રહે છે, ને લાકડું બિચારું એવા ભ્રમમાં રહે છે કે ઊધઈને મારા માટે કેટલો બધો લગાવ છે. યે ઘર ઘર કી કહાની હૈ !!!
જગત લેણદાર છે અને આપણે દેણદાર છીએ. આ વાત આપણા પરિવારને પણ લાગુ પડે છે. પરિવારમાં કોઈ તમારો લેણદાર કે કોઈ દેણદાર હોઈ શકે છે. ગયા જનમમાં લીધેલું ધન પરત ના કરવાને કારણે તે તમારા પરિવારનો સભ્ય બને છે. તમે લીધેલી રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થયા પછી જ તમે મરી શકશો. તે તમારી પત્ની, સંતાન , વહુ કે જમાઈ હોઈ શકે છે.
—–ડો.હરીશ પટેલ