ક્યાં રાજા ભોજ જેવો બાપ ને ક્યાં ગાંગો તેલી જેવો બેટો ? ક્યાં ધર્મપ્રેમી દેશ ભક્ત ને ક્યાં દેશદ્રોહી.
અમદાવાદમાં એક ઘર છોડીને બીજા ઘેર વંચાતુ પ્રથમ નંબરનું ગુજરાતી છાપુ ગુજરાત સમાચાર.સૌથી વધુ સરક્યુલેશન ધરાવતું ( 3265 મિલિયન રિડરશીપ ) અને જાહેરાતના ટીંચર ભાવ લેતું કોમવાદી છાપુ. તમે ગુરુવારે જાઓ અને રવિવાર માટે જાહેરાત છપાવવા માગતા હોય તો ના પાડે. કેમ કે રવિવારના છાપામાં જગ્યા ના હોય. ગુજરાત સમાચાર માધવસિંહ સોલંકી વિરુધ્ધ લખતું હોવાથી પોલીસે ગુજરાત સમાચાર સળગાવ્યા પછી દલિતો ગુજરાત સમાચાર છોડીને સંદેશ તરફ વળ્યા .મોદીજી સીએમ હતા ત્યારથી તેમનું વિરોધી છે આ છાપુ. ગુજરાત સમાચારની ચરબી ઉતારી દિવ્ય ભાસ્કરે. ગુજરાત સમાચારને પાના વધારવા પડ્યા અને સાત દિવસની સાત પુર્તિ આપવી પડી. આ છાપુ ગુજરાતના સાત શહેરો, મુંબઈ અને ન્યૂયોર્કથી પ્રકાશિત થાય છે.
ભારત સરકારને તો જરુર હોય અને જેટલું સોનું હોય એટલી નોટો છાપે. પણ ગુજરાત સમાચારની ટંકશાળમાં રોજબરોજ અધધધ નોટો છપાય. તે ઓછી પડી તો ગુજરાત સમાચારના માલિક શ્રેયાંસ શાહના ભાઈ બાહુબલી શાહની 15 જૂને એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટે ED એ 3500 કરોડના હવાલા રેકેટના પૂરાવા મળ્યા બાદ ધરપકડ કરી છે. બાહુબલીએ મોટાભાગના પૈસા તુર્કી, ચીન અને પાકિસ્તાન પાસેથી લીધા છે. આ સમાચાર ગુજરાત સમાચારે અત્યાર સુધી છાપ્યા નથી.
ગુજરાત સમાચાર માં લેખક કે પત્રકાર તરીકે તમને પરમાર, સોલંકી, મકવાણા,વાઘેલા કે રાઠોડ કદી જોવા ના મળે. અત્રે ઉલ્લેખનિય છે કે મારી ( ડો.હરીશ પટેલની ) ” યોગ રહસ્ય ” લેખમાળા લેખક-ॐ રુપમના નામથી સળંગ 3 વર્ષ ગુજરાત સમાચારમાં છપાઈ હતી.*જે હવે પુસ્તક સ્વરુપે છપાશે. મારા 5 ગ્રુપના વાચકોને નિ:શુલ્ક મળશે. તમે આજે બુક કરાવી શકો છો.

અર્ક::::::::
શું કરોડો રુપિયા ભેગા કરનાર લોકો દાળ, ભાત, શાક, રોટલીમાં સોનાની ભસ્મ નાખીને ખાતા હશે ??? જો દાળ, ભાત, શાક, રોટલી જ ખાવી હોય તો ધનનો આટલો બધો સંગ્રહ અનીતિથી કરીને જેલમાં જવું શા માટે ???
——-ડો.હરીશ પટેલ
આ હતી આજના દિવસની આપણી અંતિમ મુલાકાત
શુભરાત્રિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *