આ જગતમાં બધા દુઃખો અને બીમારીઓનું મૂળ છે, નવરા બેઠા કે સૂતાં સૂતાં ધડ માથા વગરના વાહિયાત વિચારો કરવા તે.
આ દુનિયાના 7 અબજ લોકોને એક અનુભવ તો થયો જ હોય છે કે ક્યારેક ક્યારેક તે જે વિચારે કે બોલે તે સાચું પડે છે. કેમ કે પરમાત્માએ 24 કલાકમાં એક પળ આપી જ હોય છે કે તે જે વિચારે કે બોલે તે સાચું પડે.
હવે તે કઈ પળ તે માણસને ખબર હોતી નથી માટે આપણે નિરંતર શુભ વિચાર કરવા જોઈએ. શુભ વિચાર એટલે નામ સ્મરણ કે મંત્ર જાપ.
ધાર્મિક માણસ જેટલો સમય નામ સ્મરણ( જય શ્રીકૃષ્ણ કે જય શ્રી રામ) કરે કે મંત્ર જાપ ( ગાયત્રી મંત્ર, ॐ નમ: શિવાય, નમો બુદ્ધાય ) કરે તેટલો સમય વાહિયાત વિચારો, કૂથલી કે કોઈની આઘીપાછી ના કરે તે પ્લસ પોઈન્ટ છે.
મને ( ડો.હરીશ પટેલને ) કોઈ નાસ્તિક બતાવે કે તે થોડા સમય માટે પણ કયા શુભ વિચાર કરે છે ? સાયન્સે પણ સ્વીકાર્યું છે કે એક શબ્દ નું જો વારંવાર રટણ કરવામાં આવે તો અદભુત શક્તિ મળે છે. મિલીટરીના જવાનોને લેફ્ટ રાઈટ કરાવતા મેજર લાકડાનો પુલ ઓળંગતી વખતે વારંવાર લેફ્ટ રાઈટ બોલવાની ના પાડે છે. કેમ કે અનેક જવાનો નિરંતર લેફ્ટ રાઈટ બોલે તો બ્રિજ તૂટી જાય છે. આવા દાખલા નોંધાયા છે.
સેક્સી તળસિયો રામ નામનો મંત્ર જાપ કરીને સંત તુલસીદાસ બની ગયા પછી તુલસી કૃત રામાયણ લખ્યું હતું અને એ પછી જ એમાં લખેલું જીવન ચરિત્ર શ્રી રામને વાસ્તવિક જિંદગીમાં ભજવવું પડ્યું હતું. સંત તુલસીદાસ દંતકથા નથી, ઐતિહાસિક પાત્ર છે.
માણસ શુભ કે અશુભ વિચાર કરે તેની ઓરા ( આભામંડળ, Aura ) બને છે. તેના ફોટા રશિયન વૈજ્ઞાનિક દંપતિએ શોધેલી કિર્લિયન ફોટોગ્રાફી દ્વારા પડે છે. જેમને ઓરાનો ફોટોગ્રાફ પડાવવો હોય તેમણે ડો.હરીશ પટેલનો સંપર્ક સાધવો. મારી ઓરા આપ ફેસબુકમાં જોઈ શકો છો.
અર્ક::::::
ઔષધિ, પૂર્વજન્મની અધૂરી રહેલી સાધનાના લીધે, તપ કરવાથી, દરરોજ હવન કરવાથી, ગુરુજીના આશીર્વાદથી કે મંત્ર જાપથી સિદ્ધિ મળે છે.
( નોંધ:: 26 વર્ષ દરરોજ હવન કરવાથી મને સિદ્ધિ મળી છે કે કોઈ પણ વ્યક્તિના શરીરના ગમે એટલા વર્ષ જૂના દુખાવામાં દવા વગર , સ્પર્શ કર્યા સિવાય બ્રહ્મદંડ અડાડીને અમૃત ફૂંક દ્વારા Instant રાહત આપી શકું છું તે પણ નિ:શુલ્ક. આ સમાજોપયોગી કામ હોવાથી સિદ્ધિ જાહેર કરી છે.