સુપ્રભાતનો
સદવિચાર

નિવૃત્તિ પછી સિનિયર સિટીઝન પરિવારના પાંજરામાં કેદ થાય એ હાનિકારક છે. કેમ કે હિન્દુ ધર્મ શાસ્ત્રના ચાર આશ્રમ મુજબ 51 વર્ષ પછી 25 વર્ષ સુધી ચાલનાર વાનપ્રસ્થાશ્રમ મુજબ વ્યકિતએ પરિવાર વચ્ચે રહેવું પણ વનમાં રહેતા હોય તે રીતે. No Attachment. બિલકુલ લગાવ હોવો જોઇએ નહીં. જે કોઈ હિન્દુ ધર્મ શાસ્ત્રના આ આદેશની અવગણના કરે તે હિન્દુ કહેવાય નહીં.

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે આજે કહ્યું હતું કે કટ્ટર હિન્દુ હોવાનો અર્થ અન્યનો વિરોધ કરવો નથી. હિન્દુત્વનો સાચો સાર સૌને અપનાવવા અને જોડાણ છે. સાચો હિન્દુ એ છે જે સૌને અપનાવે. જે કોઈ હિન્દુઓને સંગઠિત કરવા માગે છે , તેણે આ મૂળ ભાવનાને સમજવી પડશે.

17 સપ્ટેમ્બર 1950 ના રોજ જન્મેલા અને 75 વર્ષની ઉંમર તરફ જઈ રહેલા વડાપ્રધાન મોદીજીનું નામ લીધા વગર શ્રી મોહન ભાગવતે કહ્યું હતું કે રાજકારણમાં 75 વર્ષની ઉંમરના નેતાઓએ ક્ષેત્ર સંન્યાસ લઈને બીજા લોકો માટે જગ્યા કરી આપવી જોઈએ.
—નોંધ:: આ બધા વિધાનો ભાગવતજીના છે, મારા નથી.
જો કે ઘણા પૂછે છે કે મોદીજી પછી કોણ ?
તેનો જવાબ આપતાં ડો.હરીશ પટેલ કહે છે કે વડાપ્રધાનની ગરિમા ઉજાળે એવા ભાજપમાં એકમાત્ર મહાનુભાવ નિતીન ગડકરીજી છે. જે આરએસએસના ચહેતા એટલા માટે છે કે ગડકરીજીએ નાગપુરમાં એટલી બધી લોકપ્રિયતા હાંસલ કરી છે કે જો મોદીજીના કહેવાથી આરએસએસ ગડકરીજીને પ્રધાન મંડળમાંથી હટાવે તો લાખો લોકો તેમની તરફેણમાં રોડ પર આવી જાય .કેમ કે ગડકરીજી પાસે વિરોધપક્ષનો કાર્યકર , ભલે પછી તે કોંગ્રેસનો કે મુસ્લિમ કેમ ના હોય,કોઈ કામ લઈને આવે તો ગડકરી જી હોંશે હોંશે કરી આપે છે.

અર્ક::::::
મોતની શી તાકાત કે મારી શકે ?
જિંદગીનો ઈશારો થયો હોવો જોઈએ !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *