ભારતમાં દહેજની પ્રથા રોકવા માટે અલગ કાયદો છે. જ્યારે આઈપીસીની કલમ 498 એ હેઠળ પતિ કે સાસરિયાં દ્વારા આચરાતી ક્રૂરતા સામે મહિલાને રક્ષણ આપતી જોગવાઈ છે. મહિલાને રક્ષણ આપતી ડાઉરી ( દહેજ ) પ્રોટેક્શન એક્ટ 1961 ની સાથે 498 ( એ )પણ લગાવવામાં આવે છે. પરંતુ આ કલમનો મહિલાઓ દુરુપયોગ કરે છે એવી ફરિયાદ આવતાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે દહેજ માટે પતિ તથા સાસરિયાં દ્વારા અત્યાચાર થાય છે તેવા કેસમાં આઈપીસીની કલમ 498 એ લગાવવામાં આવી હોય તેવા કેસમાં આરોપીની બે માસ સુધી ધરપકડ કરવી નહીં ને પોલીસે ઉતાવળ કરવી નહીં. અને પૂરતી તપાસ કર્યા પછી જો બે માસ દરમ્યાન ફરિયાદી મજબૂત પૂરાવા આપે તો જ સમજવું કે ફરિયાદ સાચી છે.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે 498 એ કલમનો દુરુપયોગ કરવાથી ભારતીય લગ્ન પ્રથાની સુંદરતા નષ્ટ થશે. માટે દુરુપયોગને રોકવો જરુરી છે.
સાચા કેસને બાદ કરતાં મોટાભાગે કન્યા પક્ષનો ઈરાદો તગડી રકમ પડાવવાનો હોય છે. સમાજમાં આવા અનેક દાખલા નોંધાયા છે.
અર્ક:::::::
વિશ્વમાં સુખીમાં સુખી માણસ કોણ ? જીવનમાં ક્યારેય બીજા કોઈની પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં રાખનાર માણસ સુખી કહેવાય છે.
સમજાય એ નસીબદાર
એક માછલીએ બીજી માછલીને પૂછયું; ” તેં દરિયાને જોયો છે ? “
એમ
એક માણસે બીજા માણસને પૂછ્યું; ” તેં અંતર્યામી ભગવાનને જોયા છે ???