1.ગમે તે રીતે શ્વાસને લાંબો સમય રોકવાથી ચમત્કારિક અનુભવ થાય છે અને આધ્યાત્મિક વિકાસ થાય છે. આ માન્યતા માત્ર ભ્રામક જ નહીં, ઘાતક પણ છે.
એ વાત સાચી છે કે પ્રાણાયામમાઁ શ્વાસને રોકવામાં આવે છે. પણ શ્વાસ રોકવો અને કુંભક એક નથી. શ્વાસને ગમે તેમ રોકવાથી પ્રાણાયામ બનતો નથી. તેમ કરવાથી તો શારીરિક અને માનસિક બીમારીઓ થાય છે.
- પ્રાણાયામ એ શ્વાસોચ્છવાસનો વ્યાયામ છે એ ભ્રામક માન્યતા છે. આપણે પ્રાણાયામમાં શ્વસનક્રિયાનો ઊપયોગ કરીએ છીએ એ વાત સાચી પણ પ્રાણાયામ અને શ્વાસોચછવાસના વ્યાયામમાં મૂલત: ભિન્નતા છે.
- પ્રાણાયામ કરવાથી અસાધારણ અને શારીરિક અને માનસિક ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થાય છે આ ભ્રામક માન્યતા છે. પ્રાણાયામ કરવાથી શરીર અને મનને લાભ થાય છે એ વાત સાચી, પણ એથીયે મોટું સત્ય એ છે કે પ્રાણાયામ કરવાથી સાધકના આધ્યાત્મિક વિકાસનો માર્ગ પ્રશસ્ત બને છે. પ્રાણાયામ ચમત્કારો સર્જવાની વિદ્યા નથી અને પ્રાણાયામનો એ હેતુ પણ નથી.
–ક્રમશ:
પથ્થરની કલમે લખી લો::::::::
- યોગા એક દૈવી શક્તિ છે. આથી દૈવી શક્તિનો વેપાર થાય નહીં.
- યોગાભ્યાસની શરૂઆત ” યમ ” ” નિયમ ” થી જ થાય, નહીં કે યોગાસન, પ્રાણાયામ કે ધ્યાનથી.
- યોગ્ય યોગ
શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ યોગાભ્યાસ થાય, નહીં કે ટીવીમાં જોવાથી કે પુસ્તક વાંચવાથી.
યમ, નિયમ, યોગાસન, પ્રાણાયામ, પ્રત્યાહાર , ધારણા, ધ્યાન અને સમાધિ, આ મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગ દર્શન યોગ શિક્ષક ડો.હરીશ પટેલ નિ:શુલ્ક શીખવે છે.
સંદર્ભ::::પાતંજલ યોગ પ્રદીપ
( નોંધ:: આ ગ્રંથ આપને વાંચવા જોઈતો હોય તો ફોન કરો. M:: 94087 64959 )