અમે સંગ્રહખોર પંખી, સાત પેઢી ચાલે એટલું ભેગું કરીએ !

*_અમે સત્તા લાલચી પંખી, અણઆવડત તોય શાસન કરીએ !

અમે પૈસાના પંખી, આરોગ્યના ભોગે ધન
ભેગું કરીએ !

અમે ધાર્મિક પંખી, ધરમ ખતરામાં હોય તો ખંજર હુલાવીએ !
અમે શિક્ષિત પંખી, ઉચ્ચ શિક્ષણ લીધા પછી પણ કુરિવાજો પાળીએ!

અમે વેપારી પંખી, કરોડપતિ થવા ભેળસેળ કરીએ !

અમે યોગગુરૂ પંખી, દૈવી શક્તિનો બિઝનેસ કરી ધનવાન થઈએ !

અમે અનામતી પંખી, સાહેબ થયા, સમૃધ્ધ થયા પણ પાછળ રહી ગયેલાનો હાથ ના પકડીએ!

અમે સ્વાર્થનાં પંખી,
શું પોતાના શું પારકા, સૌ સ્વાર્થનાં સગાં છીએ !!!

છતાં ” હરીશ ” અમારી ડાળ પાંદડાં વગરની, પાનખર અમારું કશુંય બગાડી ના શકે !!!

અર્ક:::::::
ત્યારે મારા આંસુ પણ મુશળધાર રડી પડ્યા,
જ્યારે હું જેમને મારાં સમજતો હતો તે પરાયા નીકળ્યાં!!!——ॐ રુપમ જી@ડો.હરીશ પટેલના ॐ સદગુરુદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *