અમેરિકા હોય કે ઇન્ડિયા ! પુરુષાર્થથી તકદીર બદલી શકાય છે.
- અમેરિકાના એક યુવકનું ચિત્ત ભણવામાં ચોંટતું ન હોવાથી કોલેજના પહેલા વર્ષમાં જ આઉટ થઈ ગયા. પણ એક એવો દ્રઢ સંકલ્પ કર્યો કે મારે એવું કોમ્પ્યુટર બનાવવું છે જે દુનિયાની હરેક ઓફિસ અને હરેક ઘરમાં હોય.
And he got successed
એણે બનાવેલું કોમ્પ્યુટર વેચવા એક કંપનીને એક મહિનામાં 182 ફોન કર્યા પછી પહેલું કોમ્પ્યુટર વેચાયું. પછી તેમણે પાછળ વળીને જોયું નથી. આજે માઇક્રોસોફ્ટ કંપનીના સર્વેસર્વા બિલ ગેટ્સની રોજની આવક 105 કરોડ ડોલર હોવા છતાં કંપની , કામદારોને સોંપી દઈને સેવાકિય કામો કરે છે, અને વર્ષમાં એક મહિનો હિમાલયના સ્વર્ગાશ્રમ આશ્રમમાં રહે છે.
માથામાં એક પણ વાળ વગરના એક યુવકે ફિલ્મમાં કામ કરવામાંથી રિજેક્ટ થવાથી મુંબઈના સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ પર ભૂખ્યા તરસ્યા 27 રાત પસાર કરી. પછી મહેશ ભટ્ટે ” સારાંશ ” ફિલ્મમાં કામ આપ્યું. એ પછી તે યુવકને 57 ફિલ્મોમાં કામ મળ્યું. અત્યાર સુધી 500 ફિલ્મો મળી. બેસુમાર એવોર્ડ મળ્યા. પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ મળ્યા. ગઈ કાલે તેમની ફિલ્મ ” તન્વી ::ધ ગ્રેટ ” તેમની હાજરીમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજભવનમાં જોઇને તેમની પીઠ થાબડી. એમનું નામ છે ડો. હરીશ પટેલના પ્રિય અભિનય સમ્રાટ ” અનુપમ ખેર “.
અર્ક:::::::
ભારતમાં MBA ડિગ્રી વગર નાણાકીય વ્યવસ્થાપન થઈ શકે છે. જુઓ આ રીતે !
એક ભિખારીને ₹ 100 ની નોટ મળી. એ ફાઇવસ્ટાર હોટેલમાં ગયો અને ખાધું. બિલ આવ્યું ₹ 3500/. તેણે મેનેજરની કહ્યું પૈસા નથી. મેનેજરે પોલીસ બોલાવી. પોલીસ તેને લઈ ગઈ. તેણે પોલીસને ₹ 100 આપ્યા. પોલીસે તેને છોડી દીધો.
આને કહેવાય MBA ડિગ્રી વિના નાણાકીય વ્યવસ્થાપન
××××××××××××××××××××××××
આજે બસ આટલું જ,
શુભ રાત્રિ
–ડો.હરીશ પટેલ @ॐ રુપમ જી.