ફિલ્મી અવલોકન
÷÷÷÷÷÷÷÷÷÷÷÷
સાવ નવા સવા બે એક્ટર અહાન પાંડે અને અનીત પડ્ડાને લઈને આવેલી ફિલ્મ સૈયારા SAIYAARA બોક્સ ઓફિસ પર સપાટો બોલાવી રહી છે. પહેલા 5 દિવસમાં 150 કરોડો વકરો કર્યો છે.
હોરરના હવામાનમાં પ્રેમનો પાવર ઉભરાવતી આ ફિલ્મમાં હીરો-હીરોઇન સાથે થિયેટરમાં પબ્લિક નાચે છે, સીટી મારે છે, ચીચીયારીઓ પાડે છે, શર્ટ તથા આરતી ઉતારે છે અને ધ્રુસકે ધ્રુસકે રડે છે એવો ઉન્માદ મેં પહેલીવાર જોયો.
45 કરોડમાં બનેલી ” સૈયારા ” તગડો વકરો કરશે એ નક્કી. યશરાજ , સુભાષ ધઈ અને ડો.હરીશ પટેલ કહે છે કે ભલે એકટરો નવા હોય પણ સારી વાર્તા અને ફિલ્મને સારી ટ્રીટમેન્ટ આપવામાં આવે તો વજન પડવાથી ફિલ્મ સફળ થાય છે.
” સૈયારા ” માં નિસ્વાર્થ પ્રેમ, ત્યાગ અને બલિદાનને ટોપ પ્રાયોરિટી આપવામાં આવી છે. સંગીત 5 સંગીતકારોએ આપ્યું છે. આદિત્ય ચોપરા અને યશરાજ ફિલ્મ્સ માટે ” સૈયારા ” ટંકશાળ સાબિત થશે.
સૈયારા એટલે આકાશના તારામંડળમાં એકલો અટુલો તારો. જે પોતે પ્રકાશમાન થઈ વિશ્વમાં ઝગમગાટ ફેલાવે. ડો.હરીશ પટેલની આગાહી છે કે ફિલ્મ ” સૈયારા ” ફિલ્મ ઈન્ડસ્ટ્રીને Radiant અર્થાત ઝગમગાટ કરશે.

અર્ક:::::::::
ગેરસમજ પર પૂર્ણવિરામ મૂકવાની આવડત એટલે પરિપકવતા.

ક્યાં અને શી ભૂલ થઈ એ શોધીને ભૂલ સુધારવાના બદલે નાદાનોને કોણે ભૂલ કરી એ જાણવામાં વધુ રુચિ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *