પાટણના એક ગામમાં 31 મે ના રોજ તેર વર્ષની એક છોકરી ડેરીમાં દૂધ ભરાવીને તેના ઘરે જતી હતી ત્યારે જાખા ગામના અસલમખાને ઇજ્જત લૂંટવાના ઇરાદે છોકરીને ઉપાડીને નજીકના ખેતરમાં લઈ ગયો હતો. પછી અડપલાં શરુ કરતાં છોકરીએ બૂમો પાડીને પેલાના હાથ પર બચકું ભરીને ભાગી હતી. ફરી નરાધમે છોકરીને પકડીને કપડાં ફાડવાની કોશિશ કરતાં છોકરીએ અસલમખાનના પેટ ઉપર લાત મારીને છટકી જઈ ઘરે પહોંચી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. અને બહાદુર છોકરીએ દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
છોકરીની બહાદુરીને સલામ.
આ સમાચાર છાપાના છે. પણ બધાના ઘરે બધા છાપા આવતા ના હોય એટલે હું ( ડો.હરીશ પટેલ ) ચાર છાપાં ( ઈ-પેપર ) વાંચતો હોવાથી આ મેસેજ છોકરીઓને પ્રેરણા મળે એ હેતુથી લખ્યો છે.

અર્ક::::::::
જે શક્તિએ આપણને પેદા કર્યા છે તે જ શક્તિ આપણને આપત્તિના સમયે સહાય કરે છે, તાજગી આપે છે, ટટ્ટાર રાખે છે અને નવજીવન પ્રેરે છે. પણ સવાલ એ શક્તિ પર 100 ટકા શ્રધ્ધાનો છે.

બર્થડેની નવતર ઉજવણીની પ્રેરણાદાયક સત્ય ઘટના


દાહોદના પર્યાવરણ પ્રેમી ડી.આર. મીણાએ પોતાના 75 મા જન્મદિવસ નિમિત્તે કેન્દ્રિય વિદ્યાલયના સંકુલમાં પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ લાવવા માટે સામાન્ય જનતાને પ્રેરણા મળે એ હેતુથી 75 વૃક્ષો વાવવા પ્રેરિત કર્યા હતા.
અગાઉ પણ તેમણે 69 મા જન્મદિવસ નિમિત્તે 69 રોપાઓ વાવ્યા હતા.
ડી.આર.મીણા સાહેબને ડો.હરીશ પટેલ ધન્યવાદ આપે છે.

અર્ક::::::
સુખી થવાનો રામબાણ ઈલાજ:: સામાન્ય સ્તરના લોકો જે કહે અને કરે ,તે તરફ દુર્લક્ષ સેવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *