વર્ષો પહેલાં કોંગ્રેસ શાસનમાં એનાસીન અને એસ્પિરીન દવાની કંપનીઓ ફક્ત બે ગોળીના પેકિંગ બનાવતી હતી. એનાથી દર્દીને ઘણી રાહત મળતી હતી. એના પછી દવા કંપનીઓએ દસ ગોળીઓનું પેકિંગ શરુ કર્યું, એટલે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ 6 ગોળીઓ વપરાય અને 4 ફેંકવામાં જાય. જોકે હવે તો હદ થઈ ગઈ છે. 10 ગોળીઓના પેકિંગના બદલે 15 અને 30 ગોળીઓના પેકિંગ આવે છે. આવી રીતે દવા કંપનીઓ પ્રજાને લૂંટે છે. ભારત સરકાર દવા કંપનીઓને પ્રજાનું હિત હૈયે હોય તો નાના પેકિંગ કરવાની ફરજ પાડી શકે છે. પણ નથી પાડતી. કેમ? દવા કંપનીઓ શાસક પક્ષને પાર્ટી ઇલેક્શન ફંડ આપે છે !!!
અર્ક:::::::
બધું જ અનિશ્ચિત અને અસ્થાઈ છે, એવું જે વ્યકિત અંતર દ્રષ્ટિથી સમજે તો તે શુધ્ધિને પામે છે.
-બુદ્ધ, ધમ્મપદ , 277
—–ડો.હરીશ પટેલ