સેલેનિયમ ખનિજ તત્વ છે જે T3 ને T4 માં ફેરવે છે. આ ખનિજ તત્વ પૂરતું ન હોય તો થાઈરોઈડ મટતો નથી.
ચા , કોફી, ચોકલેટ, કેફનવાળા ડબ્બાના પીણાં, ચાઈનીઝ વાનગીઓ, કેમિકલ રંગોવાળા અને યુરિયા ખાતર, પેસ્ટીસાઇડ તથા જંતુનાશક દવાઓથી પકવેલા ખાદ્ય પદાર્થો વિગેરે ખાવા પીવાથી સેલેનિયમ શરીરમાં પૂરતું હોય છતાં થાઈરોઈડ થાય છે. સેલેનિયમ, ઝીંક અને આયોડિન થાઈરોઈડ રોકવા માટે જરુરી છે.
થાઈરોઈડ માટે એન્ટીટીપીઓ ( TPo ) ટેસ્ટ એ એક મહત્વનું રક્ત પરિક્ષણ છે. જે થાઈરોઈડ પેરોકસીડ્ઝ ( ટી.પી.ઓ. ) ના વિરુદ્ધ એન્ટી બોડીનું સ્તર માપે છે. જે થાઈરોઈડ ગ્રંથિમાં એક એન્ઝાઈમ ( પાચક રસ ) છે. આ થાઈરોઈડ ઓટો ઇમ્યુન રોગોનું નિદાન કરવામાં મદદ કરે છે. પૈસાના પૂજારી ડોક્ટરો એન્ટી ટીપીઓનો ટેસ્ટ નથી કરાવતા. જો કરાવે તો સાચું નિદાન મળે. તો પોતાનો ધંધો ના ચાલે.
થાઈરોઈડના દર્દીઓ આયોડિનવાળુ નમક બંધ કરી સિંધાલૂણ ખાય, સેલેનિયમયુકત અને આયોડિન ભોજન જે પ્રાકૃતિક હોય તેવો આહાર લેવો જોઈએ. સેલેનિયમ લીલા પાંદડાવાળી શાકભાજીમાંથી મળી રહે છે. બ્રાઝિલ નટ્સ, તલ, દાડમ, શક્કરિયામાંથી પણ મળી રહે છે. કેમિકલયુકત આહારથી દૂર રહેવું જોઈએ. સેલેનિયમ હાડકાં, દાંત અને વાળ માટે પણ જરુરી છે.
અર્ક::::::
હ્રદયના રસ્તે હું જન્મ્યો હતો ખબર છે તને ?
રડવાના બદલે હું મલક્યો હતો ખબર છે તને ?