જો તમારે ટેક્સ ફ્રી અબજો રૂપિયા એકઠા કરવા હોય તો કોમર્શિયલ મંદિર ખોલો !
જો તમે હિન્દુ હો પણ તમારે ગીતા ના વાંચવી હોય પણ ગીતા પર હાથ મૂકી જુઠ્ઠુ બોલવું હોય તોકોર્ટમાં
- જાઓ !
જો તમે મુસ્લિમ હો અને કુરાન ના પઢવું હોય તો આતંકવાદી બનો !
જો તમે કોઇને બદનામ કરો અને તમારા પર કેસ ના થાય એમ ઇચ્છતા હો તો મીડિયાના રિપોર્ટર બનો !
જો તમને કાંકરિયામાં પણ કોઈ ઓળખતું ના હોય તો એક બે ઉદ્યોગપતિને ખંખેરીને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ખરીદશો તો આખો દેશ ઓળખશે , લોકપ્રિય થશો અને શાસન કરશો !
જો તમે કાયદો તોડીને એન્કાઉન્ટર કરવા બદલ તડીપાર થયા હો તો કોઈ રાજનેતાનો હાથ પકડશો તો પાર્લામેન્ટમાં જઈને પ્રધાન થઈ કાયદા ઘડી શકશો !
જો તમે પેટ અંદર ખેંચીને લોકોને મામા બનાવીને દૈવી શક્તિ વેચવાની આડમાં ભેળસેળવાળી પ્રોડક્ટ્સ વેચશો તો અબજોપતિ થઈ શકશો !
જો તમે જાતિભેદના કારણે હડધૂત થયેલાઓના તન,મન અને ધન લૂંટીને નેતાની વોટબેન્ક બનશો તો પાખંડી ધર્મગુરુ થઈ શકશો !
જો કોઈ તમારા ફેંસલાનો વિરોધ ના કરે એમ ઇચ્છતા હો તો જજ બનો !
જો ધોળા દિવસે ન્યાયની કોર્ટમાં જુઠ્ઠુ બોલો ને સજા ના થાય એમ ઇચ્છતા હો તો કાળો કોટ પહેરો !
જો ડાકુ બનીને ખંજર બતાવ્યા વગર માત્ર નાના ચપ્પુ વડે લોકોને લૂંટીને ખ્યાતિ મેળવીને કરોડપતિ થવું હોય તો સફેદ કોટ પહેરો !
જો દેહ વ્યાપાર કરવો હોય અને કોઈ વેશ્યા ના કહે એમ કરવું હોય તો ફિલ્મી અભિનેત્રી બનો !
જો 100 પેઢી ચાલે એટલું ધન એકઠું કરો અને કોઈ ડાકુ ના કહે એમ ઇચ્છતા હો તો રાજનેતા બનો !
જો તમારી પાસે માત્ર કલમ હોય તો પીળું પત્રકારત્વ કરીને કરોડપતિ થઈ શકશો !
જો તમે ફેસબુકના કરોડો મેસેજ અબજો ડોલર આપી ખરીદીને મતદારોના માઈન્ડ વોશ કરી શકો તો અમેરિકાના પ્રમુખ બની શકશો !
જો તમને પાક્કો વિશ્વાસ હોય કે મંદિરમાં દેવી કે દેવતા હોતા જ નથી તો પ્રસાદી માટે ભેળસેળવાળો મોહનથાળ વેચીને લાખ્ખો શ્રધ્ધાળુઓને બીમાર પાડીને કરોડો રુપિયા મેળવી શકશો ! પછી ભ્રષ્ટાચારી પૂજારીઓને ખરીદીને ફરી પ્રસાદ આપવાનું ટેન્ડર પાસ કરાવી શકશો !
જો તમારે મંદિરમાં શ્રધ્ધાળુઓએ આપેલા મબલખ સોનું, હીરા, માણેક અને ઝવેરાત જોઈતા હોય તો તમે મંદિરના પૂજારી કે સરકારી ટ્રસ્ટી બની જાઓ !
જો તમને એમ લાગે કે અસહ્ય મોંઘવારી, બેરોજગારી અને અત્યાચારોથી ત્રસ્ત જનતા રોડ પર આવીને બગાવત કરશે તો પાડોશી દેશ સાથે મિલીભગત કરીને યુદ્ધની ઘોષણા કરી દો અને 4 દિવસ ષછી સીઝ ફાયર જાહેર કરી દો. સરહદપર કોણ જોવા જવાનું છે !!!
અર્ક::::::::
સફળતાની સીડીનાં 3 પગથિયાં::::1. પ્રેરણા 2. પ્રોત્સાહન અને 3. પ્રયાસ.
- Inspiration 2. Encouragement 3. Effort.
1893 માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના પ્રવચનથી દુનિયાએ ભારતીય ચિંતન દર્શનનું મહાત્મ્ય જાણ્યું.
” હું કહું એ જ સાચું ” ” મને બધું આવડે છે ” ” I am some thing ” અને ” હું ઉંચ તું નીચ ” એ બીજું કશું નહી, માત્ર દંભ , ખોટો ઇગો અને આત્મવંચના છે.