થોડા સમય પછી તમારા આંગણે કે શાક માર્કેટમાં દેશી ખાતરથી પકવેલાં ઓર્ગેનિક શાકભાજી વેચનાર ફેરિયા આવશે. તમે ફરજીયાત ખરીદશો, પણ ત્યારે મોડુ થઈ ગયું હશે. કેમ કે યુરિયા ખાતર, પેસ્ટીસાઇડ અને જંતુનાશક દવાઓથી પકવેલાં શાકભાજી, અનાજ, કરિયાણું અને ફ્રુટ્સ જે તમારા શરીરમાં ગયા છે એનું સ્લો પોઈઝન પરચો બતાવે એ પહેલાં હવે સરળતાથી મળતી ઓર્ગેનિક ચીજવસ્તુઓ ઘરે બેઠાં મેળવીને ખાવાની ચાલુ કરીને તમારા પરિવારને હેલ્થ ક્ષેત્રે સુરક્ષિત કરો.
અર્ક::::::
આધુનિક યુગના બે અફસોસ:::1. પોતાના ઘરે જવા બીજાની રજા લેવી પડે છે. 2. લોકોની જિંદગી તમાશા બની ગઇ છે. અને તમાશા બનાવનારા કલાકારો પોતાના અંગત જ હોય છે.
ઈર્ષા એટલે તમારી કાબેલિયત અને પ્રોગ્રેસ જોઈ બીજો બળી મરે તે.
——–ડો.હરીશ પટેલ