મોદીજીની પોલ ખોલે છે ભડના દીકરા નિતીન ગડકરી, છતાં મોદીજી અને RSS તેમની વિરુદ્ધ એક્શન લેવા મજબૂર છે. જાણો , શી છે મજબૂરી ???
ભરપુર વિકાસ , વિશ્વનું ચોથુ અર્થતંત્ર ભારત, કરોડો ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢ્યા જેવા મોદીજીના દાવાની પોલ ખોલી છે, ખુદ મોદી સરકારના જ કેન્દ્રિય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા તથા આરએસએસના ચહિતા તેમજ જનતાની પ્રચંડ લોકપ્રિયતા ધરાવનાર નિતીન ગડકરીએ.
તેમણે એમ પણ કહ્યું કે ધનવાનો વધુ ધનવાન થાય અને ગરીબો ગરીબ જ રહે તે યોગ્ય ન હોઈ સંપત્તિનું વિકેન્દ્રીકરણ જરુરી છે.
ગડકરીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની આર્થિક નીતિના વખાણ કર્યા એટલે ભાજપને મરચાં લાગ્યાં છે.
ભાજપે 2014 માં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારથી ગડકરી બેધડક મોદીજીના કાન આમળતા હોવા છતાં મોદીજી ગડકરીને પ્રધાન મંડળમાંથી દૂર કરવા મજબૂર છે કારણ કે ખુદ આરએસએસ ગડકરી વિરુધ્ધ પગલાં ભરવા મજબૂર છે કેમ કે ગડકરી નાગપુર જિલ્લામાં માત્ર ભાજપના કામ નથી કરતા પણ કોંગ્રેસ અને અન્ય તમામ પક્ષોની જનતાના કામો કરતા હોવાથી ગડકરીએ એટલી બધી લોકપ્રિયતા મેળવી છે કે જો ગડકરી વિરુદ્ધ મોદીજી , ભાજપ કે આરએસએસ પગલાં ભરે તો જનતા રોડ પર આવીને પ્રચંડ આંદોલન કરે એવી સૌને પાકી ખાત્રી છે.
અર્ક:::::::
તમારું કાર્ય સંપુર્ણ નિષ્ઠાથી કરો એ જ સાચો ધર્મ છે.
જીત એની જ થાય છે જે ઠોકર ખાઈને ફરી બેઠો થાય છે.
ઈલાજ::::::
રોટલીનો લોટમાં જો એક ચમચી જીરુ પાવડર ઊમેરો તો B 12 ની ઊણપ દૂર થવાથી અનેક રોગો આપોઆપ મટે છે.
——ડો.હરીશ પટેલ