યુદ્ધ અને સંવિધાન
÷÷÷÷÷÷÷÷÷÷÷÷
યુદ્ધનું જોખમ તોળાતાં બંધારણની કલમ 352 હેઠળ રાષ્ટ્રીય કટોકટી લાગી જાય છે. એ દરમ્યાન નાગરિકોને બોલવાની સ્વતંત્રતા અને પ્રેસના અધિકાર પણ સીમિત થઈ જાય છે. એથી કેન્દ્ર સરકારને રાજ્યો પર નિયંત્રણ મેળવવાની તક મળી જાય છે.
યુદ્ધ કે યુદ્ધ જેવી સ્થિતિમાં દરેક નાગરિકનું કર્તવ્ય હોય છે કે તેઓ દેશની રક્ષા અને સંકટ સમયે રાષ્ટ્ર સાથે અડીખમ ઉભા રહે. જો કોઈ આ નિયમનો વિરોધ કરે કે અવગણના કરે તેને સજા આપવાની બંધારણમાં જોગવાઈ છે.
યુધ્ધકાળમાં જો સોશિયલ મિડિયા ખોટા સમાચાર ફેલાવે, સેનાનું મનોબળ તોડે કે દેશની સંવેદનશીલ માહિતી દુશ્મનને આપતાં પકડાઈ જાય તો જેલવાસ ભોગવવો પડે છે.
આવી રીતે યુદ્ધ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં બંધારણે નાગરિકોના અધિકારો સીમિત કર્યા છે.
ભારતના નાગરિકો બંધારણની કલમો ટૂંકાણમાં સમજી અને જાણી લે તે માટે ડો.હરીશ પટેલે આ મેસેજ દ્વારા નમ્ર પ્રયાસ કર્યો છે.
અર્ક::::::
એ શ્રધ્ધાળુઓની ખાજો દયા, જેનામાં ધર્મ અને ધાર્મિકતાનો છાંટો પણ નથી, એવા પાખંડી ધર્મગુરુઓ ફૂલી ફાલીને રાજનેતાઓની વોટબેન્ક બની રહ્યા છે.
એ દેશની ખાજો દયા, જેનામાં સત્યનો છાંટો પણ નથી તેવા રાજનેતાઓ પાળી ના શકાય એવા જુઠ્ઠા વચનો આપીને સત્તા હડપ કરી રહ્યા છે.
એ દેશના આરોગ્યની ખાજો દયા, જેના બાબાઓ અબજપતિ થવા માટે ભેળસેળવાળા ખાદ્યપદાર્થો અને દવાઓ, 100 ટકા શુધ્ધ કહીને ખવરાવી રહ્યા છે.
એ દેશની આઝાદીની ખાજો દયા , જેને ગુલામીની પરવા નથી તેવા રાજકારણીઓ, વધુ સત્તા મેળવવા અબજો રૂપિયાની રેવડી છુટ્ટા હાથે આપી રહ્યા છે પણ દુશ્મન દેશ સામે સરહદ પર લડતા જવાનોને હથિયારો આપવામાં વિલંબ કરી રહ્યા છે.
ચિંતન ::::: એ નપુંસક
જનતાની ખાજો દયા, જે અસહ્ય મોંઘવારી, બેરોજગારી અને અત્યાચાર સહે છે, પણ ક્રાન્તિ કરવા રોડ પર આવતી નથી.