++++++++++++
ગંભીર બીમારીઓના કેસમાં પોતાના ભવિષ્યની મેડિકલ સંભાળ અંગેના નિર્ણયો આ સમર્પિત ક્લિનિક ” લિવિંગ વિલ ક્લિનિક ” કરે છે.
આ ક્લિનિક દ્વારા દર્દીઓ તેમના કાનૂની દસ્તાવેજો બનાવી શકે છે. જે તેમને ગંભીર બીમારીઓમાં મેડિકલ સારવાર લેવામાં મદદ કરશે અને ભવિષ્યના આરોગ્ય સંબંધિત નિર્ણયો લેવાની ખાતરી કરશે.
આ એક બેસ્ટ નવતર પ્રયોગ માહિમની પી.ડી. હિન્દુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટરે શરૂ કર્યો છે.
અમદાવાદમાં આ પ્રકારનું ક્લિનિક ખોલવા માટે નિ:શુલ્ક માર્ગદર્શન મેળવવા આપ ડો.હરીશ પટેલનો સંપર્ક કરી શકો છો. પૂછપરછ આવકાર્ય છે.
જુવાની જાળવો, પણ જાનના ભોગે નહીં
41 વર્ષની રુપ રુપનો અંબાર સમી આણંદની અપ્સરા કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાએ જાનના ભોગે જુવાની જાળવવાની કશમકશમાં ભગવાનને પ્યારી થઈ ગઈ.
રેડ બાઉડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના વૃદ્ધત્વ નિષ્ણાત માર્સેલ ઓલ્ડ રિકર્ટના મતે એન્ટિ એજિંગ ડ્રગની આડઅસર જોખમી છે. દા.ત. આધુનિક સૌથી લોકપ્રિય સારવાર ” માનવ વૃદ્ધિ હોર્મોન ” HGH વૃદ્ધત્વ વિરોધી સારવાર છે. પણ એમાં યુવાની ઓછી આવે છે પણ કેન્સર અને હાર્ટ એટેક થવાનો દર વધારે છે.
વૃદ્ધત્વ એ જીવનનો એક ભાગ છે. એને જબરજસ્તીથી પલટાવવાના બદલે ખેલદિલીથી અપનાવી નિર્દોષ નેચરોપથી અને આયુર્વેદિક કાયાકલ્પ એટલે યુવાની પુન:સ્થાપિત ઉપચારો શેફાલીએ કર્યા હોત તો એને હ્રદયમાં કાંટો વાગ્યો ના હોત અને અત્યારે ફિલ્મી દુનિયામાં ગુલાબની સુગંધની જેમ મહેકતી હોત !!! અમેરિકન ફ્રુટ Avocado એવોકાડો એક બેસ્ટ એન્ટિ એજિંગ ફળ છે જે અમદાવાદમાં સરળતાથી ઉપલબ્ધ છે. તે રોજ એક ખાવાથી વૃદ્ધત્વ દુર રાખીને તંદુરસ્ત રહી શકાય છે. જો કે મોંઘુ સોંઘુ કરતા કંજુસ લોકો માટે મોંઘુ છે પણ ઘડપણની રીબામણી કરતાં હેલ્થ અવેરનેસવાળા ઊદાર લોકો માટે સસ્તુ છે. જ્યારે જ્યારે હું અમેરિકામાં જાઉં ત્યારે મારી ( ડો.હરીશ પટેલની ) ડોટર ફાલ્ગુની ગુજરાતી થાળીમાં દરરોજ બે એવોકાડો અવશ્ય મૂકતી હતી. આજે અમદાવાદમાં પણ રોજ એક એવોકાડો ખાઉં છું.
અર્ક::::::
દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર,
એ હસે તો દુશ્મનની આંખોમાંથી પણ વ્હાલ વરસે !!!
आपसे हमको बीछडे हुए एक झमाना बीत गया,
कृपा करो हम पे क्यूंकि हमारा मुकद्दर बिगड गया ।।