ભાજપના કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ આજે નાગપુરમાં જાહેર સભામાં જણાવ્યું હતું કે બુદ્ધની ભૂમિ ભારત વિશ્વને કરુણા, અહિંસા અને શાંતિનો સંદેશો આપી રહ્યું છે પણ દુનિયાની મહાસત્તાઓના ઘમંડી સરમુખત્યારો વચ્ચે સંકલન, સંવાદિતા, એખલાસ અને પ્રેમનો અભાવ વધી રહ્યો હોવાથી રશિયા- યુક્રેન અને ઇઝરાયેલ-ઇરાન વચ્ચેની લડાઈ ગમે ત્યારે વિશ્વ યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ડો.હરીશ પટેલે ગયા બુધવારે ” बारुद के पर्बत पे बैठी है दुनिया, अब वक्त आया है नष्ट होगी दुनिया ।। સાવધાન, મલકે છે ત્રીજુ વિશ્વયુદ્ધ ધીરે ધીરે !!! ” ટાઇટલથી મેસેજ તમામ ગ્રુપમાં મોકલ્યો હતો અને તેને સારો પ્રતિભાવ મળ્યૉ હતો.
યુદ્ધ દરમિયાન શું રાખશો અગમચેતી અને સાવધાની ?
- જીવન જરૂરિયાતની ખાવાપીવાની ખાદ્ય સામગ્રી વધુ પ્રમાણમાં દૂધ પાવડર વિગેરે સાથે ખરીદો.
- અંધારપટ જાહેર થાય ત્યારે ઘરમાં સદંતર અંધારુ રાખજો, નહીંતર મિલીટરીના જવાનો બારણું તોડીને તમારી ધરપકડ કરશે અથવા દુશ્મન દેશ અજવાળુ જોઈને તમારા ઘર પર બોમ્બ નાખશે તો તમારી ભૂલના કારણે હજારો નિર્દોષો માર્યા જશે.
- બોમ્બ મારો નહી ચાલતો હોય ત્યારે ખરીદી માટે અડધોએક કલાક મળશે તે વખતે ધક્કા મુક્કી વગર ,લાઈનમાં ઊભા રહીને ખરીદી કરવી.
- કર્ફયૂ પાસ અવશ્ય મેળવી લેવો. ક્યાંથી મળશે તે રેડિયો ને ટીવીમાં જાહેર થશે.
મેં ત્રણ યુદ્ધ જોયાં છે. હવે લાઈવ યુદ્ધ ઘરના લિવિંગ રૂમમાં સૂતાં સૂતાં ટીવીમાં જોઈ શકાય છે.
અર્ક::::::::::
Experience is the best Teacher.
Necessity is the mother of invention.
ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમે આવેલ અરૈલ વિસ્તાર સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિરને સંવત 1674 માં તોડવા આવેલ ઔરંગઝેબે માત્ર માથું જ ઝુકાવ્યું નહતું પણ મસમોટું દાન આપ્યું હતું એવો ઊલ્લેખ મંદિરના સ્તંભના પથ્થરના ધર્મદંડમાં 15 પંક્તિના લેખમાં કોતરાવેલ લખાણ આજે પણ વાંચી શકાય છે.