શું આ દેશમાં બે કાયદા ચાલે છે ? હિન્દુઓ કાવડ યાત્રા કાઢી શકે અને મુસ્લિમો નમાજ ના પઢી શકે ?
શું ભાજપના બે ચહેરા છે ? હિન્દુઓના વોટ લેવા હોય તો એમ કહીને હિન્દુત્વનો ઝંડો ફરકાવે કે આ દેશમાં મુસ્લિમોથી બચાવી શકે એવી એક માત્ર રાજકીય પાર્ટી હોય તો તે ભાજપ જ છે. પછી 2024 માં મતદારો ભાજપને સબક શીખવાડવા સ્પષ્ટ બહુમતી ના આપવા 240 સીટોએ અટકી જાય તો ભાજપ, મુસ્લિમોના વોટથી સત્તા મેળવનાર આંધ્ર અને બિહારના બે રાજકીય પક્ષોના ટેકો લઈ ગઠબંધનની લૂલી લંગડી અપંગ સરકાર બનાવે ???
કોંગ્રેસ મુસ્લિમ પાર્ટી તરીકે ચિતરાઈ ગઈ છે પણ એ મુસ્લિમોની હમદર્દ પાર્ટી છે એમ ખુલ્લેઆમ બોલે છે અને વર્તે છે. જ્યારે ભાજપના ડબલ સ્ટાન્ડર્ડ છે. કલંક સમાન ગોધરાકાંડ પછી ભાજપ હિન્દુઓની હમદર્દ પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પણ સત્તા માટે તડપતા ભાજપે જમ્મુ કાશ્મીરમાં મેહબુબા મુફતિની મુસ્લિમ સરકાર સાથે ગઠબંધન કર્યું હતું. વડાપ્રધાન ઇદના દિવસે સેવૈયા ( ઈદી ) ઇફતાર
પાર્ટી કરીને ઇદની ઊજવણી કરે છે.
એ તો સ્પષ્ટ છે કે ભાજપને લીકસબામાં એકલા હિન્દુઓના વોટથી સ્પષ્ટ
બહુમતી ના મળી શકે. મુસ્લિમોએ પણ વોટઆપ્યા હશે. તો પછી મુસ્લિમો પ્રત્યે નફરત શા માટે ? અને મોદીજી હિન્દુઓના વડાપ્રધાન નથી પણ દેશના વડાપ્રધાન છે એ ભાજપે યાદ રાખવું જોઈએ.
કોઈ પણ પક્ષે ડિવાઇડ એન્ડ રુલની અંગ્રેજોની કૂટ નીતિનો ત્યાગ કરીને બે કોમ વચ્ચે સંતુલન સાધીને શાસન કરવું જોઈએ.
——-ડો.હરીશ પટેલ
વરિષ્ઠ રાજકીય વિશ્લેશક
અર્ક:::::::::
સત્ય અને દેશપ્રેમના બીજ વાવીને ભારતને વિશ્વ ગુરુ બનાવે એવા દેશભક્ત રાજકીય પક્ષના ઇંતેજારમાં હું છું !!!
ઈલાજ:::::::
શરીરને ડિટોક્સ કરીને કિડની અને લિવર સાફ કરવા તમારા ડાએટમાં આ 5 ફળ ઉમેરો; પપૈયુ, લાલ દ્રાક્ષ , દાડમ , લીંબુ અને ઓવેકાડો.