દેશને આગળ લાવવા શું કરવું જોઈએ ?
ગ્રામોધ્ધાર કરવો જોઇએ.

દેશવાસીઓના આરોગ્ય માટે શું કરવું જોઈએ ?
કોઈપણ બીમારી માટે કેમિકલની દવાઓના બદલે કુદરતી સ્ત્રોતમાંથી બનેલી દવાઓ આપવી જોઈએ.

દેશવાસીઓ ભવિષ્યમાં પણ બીમાર ના પડે એના માટે શું કરવું જોઈએ ? લાઈફ સ્ટાઈલ ચેન્જ કરીને નેચરોપથી ( કુદરતી ઉપચાર, પ્રાકૃતિક ચિકિત્સા ) અપનાવવી ફરજીયાત કરવી જોઈએ.

લોકોના જીવનમાં ભવ્યતા આવે એના માટે શું કરવું જોઈએ ?
દરેકની ભાષામાં સભ્યતા હોવી જોઈએ.

બળાત્કાર બંધ થાય એના માટે શું કરવું જોઈએ ?
બાળપણથી જ દરેક માતા-પિતાએ અને પ્રાથમિક શિક્ષકોએ દરેક બાળક સ્ત્રીઓને આદર આપે એવા સંસ્કાર અને શિક્ષણ આપવું જોઈએ.

દેશ અપરાધ મુક્ત થાય એના માટે શું કરવું જોઇએ ?

  1. દેશ ભ્રષ્ટાચાર મુક્ત કરવો જોઈએ.
  2. સજાનો અમલ તરત અને કડક થવો જોઇએ.

ખાદ્યપદાર્થો અને દવાઓમાં ભેળસેળ ના થાય એના માટે શું કરવું જોઈએ ?

1.આજીવન કારાવાસ અને 2. ફાંસી આપવી જોઈએ.

પંચાયત, પાલિકા, નગરપાલિકા, મહાનગરપાલિકા, નિગમો, રાજ્ય સરકાર અને દેશના શાસકો દેશભકતો હોય એના માટે શું કરવું જોઈએ ?
આઝાદી પહેલાં માતા-પિતાઓ દેશભકત બાળકો પેદા કરતા હતા એમ હવે દેશપ્રેમી બાળકો પેદા કરવા જોઈએ

અર્ક::::::
ગૌશાળાના શુધ્ધ દૂધમાં ફોસ્ફરસ હોય છે જે દાંતના ઇનેમલને જાળવી રાખવામાં મદદ કરે છે. આથી દાંત અકાળે પડતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *