શું ભૂત હોય છે ???
÷÷÷÷÷÷÷÷÷÷÷÷
અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનનું ભૂત આજે પણ લોકોને દેખાય છે.
અમેરિકાના બ્યૂટીફૂલ સ્ટેટ કેલિફોર્નિયામાં એક ભૂતિયો બંગલો છે. તેમાં એક આખું ભૂત ફેમિલી રહે છે. સરકારે કમાણી કરવા અને લોકોના રુંવાડા ખડા થાય તેમજ મનોરંજન મળે એ હેતુથી ભૂત ફેમિલીને જોવાની 5 ડોલર ફી રાખી છે. ત્યાં ભૂત ફેમિલીને જોવા લોકોની લાઈન લાગે છે. એમેરિકાના મારા ( ડો.હરીશ પટેલના ) વસવાટ દરમ્યાન ફેમિલી સાથે મેં ભૂત ફેમિલી પ્રત્યક્ષ જોયું હતું. આ ભૂત ફેમિલી આપણી બાજુમાંથી પસાર થાય તો પણ કોઈને હેરાન પરેશાન કરતું નથી.
પશ્ચિમી સંસ્કૃતિમાં Grim Reaper, Banshee, Fentam Funeral ( ભૂતોની અંતિમ યાત્રા ) અને Friday The Thirteenth કુખ્યાત છે.
એવું કહેવાય છે કે માણસનો જીવ કશાકમાં રહી જાય તો તે મર્યા પછી ભૂત, પિશાચ, પ્રેત, ડાકણ કે જીન બને છે. ગામડાઓમાં ભૂતની દંતકથાઓ કર્ણોપકર્ણ ચાલતી રહેતી હોય છે. પણ કોઈએ ભૂત જોયું હોય એવું સાંભળ્યું નથી.
જો શેતાન છે તો ઈશ્વર છે. જો ઈશ્વર છે તો ભૂત છે.
તમે ભૂતની વાતમાં જેટલા ઉંડા ઉતરશો એટલી વધારે બીક લાગશે. તમારા સંતાનના કાને જિંદગીભર ભૂત શબ્દ નહીં સંભળાવો તો તેની સામે ખરેખર ભૂત આવશે તો પણ તે નહીં ડરે , પણ ભૂત ડરશે !!!
અર્ક::::::::
આમેય શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે.