ડોક્ટર સાહેબ, વેગન ડાયટ ફાયદાકારક છે કે હાનિકારક ?
જવાબ :: પહેલાં એ જાણીએ કે વેગન એટલે શું ? vegetarian શબ્દમાંથી પહેલા ત્રણ અને છેલ્લા બે શબ્દો મિલાવીને વેગન શબ્દનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાણી ઉત્પાદનોના બદલે વૃક્ષ અને ચોડથી મળતા શાકાહારી આહારને વેગન ડાયટમાં સામેલ કરવામાં આવે છે.
આજકાલ લોકો વજન ઘટાડવા અને અનેક બીમારીઓ દૂર કરવા વેગન ડાયટનો સહારો લઈ રહ્યા છે. આ આહાર ખનિજોથી અને એન્ટીઓકિસડેન્ટથી ભરપૂર છે. એક સર્વે મુજબ વેગન આહારથી કેલેરીમાં ઘટાડો થતો નથી, પણ સાંધાના દુ:ખાવામાં ઘટાડો થાય છે. એટલું જ નહીં વજન પણ ઘટે છે. તેમજ કોલેસ્ટ્રોલમાં સુધારો થાય છે, અને ગાઉટમાં રાહત મળે છે.
જો કે ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે લાંબા સમય સુધી વેગન ડાયટ લેવાથી શરીરમાં વિટામિન બી 12, વિટામિન ડી, કેલ્શિયમ અને આવશ્યક ફેટી એસિડની ઊણપ થઈ શકે છે. આ વિટામિન્સ આપણા હાડકાંના સ્વાસ્થ્ય માટે જરુરી છે. માટે જે કરો એ ડાયટ એક્સપર્ટની સલાહ અને દેખરેખ નીચે જ કરવું જોઈએ.
અમદાવાદમાં 1. ધ ગ્રીન હાઉસ, ધ હાઉસ ઑફ એમ જી, સીદી સૈયદની જાળી પાસે, રિલીફ રોડ, M 079 2550 6946

  1. સ્વાતિ સ્નેકસ , ગાંધીબાગ સોસાયટી, લો ગાર્ડન, ઓર્ડર પણ કરી શકો છો, swiggy. Com , o79- 2640 5900.
    માં ડાયટ વેગન ભોજન મળે છે અને ઘરે પણ મંગાવી શકો છો.
    —–ॐ રુપમ જી@ડો.હરીશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *