વર્તમાન પ્રદૂષિત વરસાદ ભીની ભીની માટીની મસ્ત મહેકની સાથોસાથ મલેરિયા, ડેન્ગ્યુ, હેપેટાઈટિસ, ટાઈફોઈડ, કમળો, તીવ્ર ગેસટ્રો, ચામડી પર ખંજવાળ ( Itching ), ઝાડા, ઊલટી, શરદી, ખાંસી અને વાયરલ તાવની પાછળ ધીમા પગલે મોત પણ લાવે છે. મોસમી રોગોના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થયા છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે આભ રુએ એની નવલખ ધારેથી પડતા અતિ વરસાદનો કુદરતનો કહેર અને મહાનગરપાલિકાઓના નિષ્ફળ મોન્સૂન પ્લાનના બેવડા મારના કારણે ઘરોમાં અને પાણીની પાઈપ લાઈનમાંગટરના પાણી ઘૂસી જવાના કારણે રોગચાળો વધુ વકર્યો છે.
બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનોની હાલત કફોડી થઈ ગઈ છે. જેમની રોગપ્રતિરોધક શક્તિ પાવરફૂલ હોય છે તે વર્ષારાણીનાં ફોરાં જોઈને અને ઝીલીને મજા માણે છે.
ઈલાજ:::::::
લીમડાનું સંસ્કૃત નામ નિમ્બા છે. તેનો અર્થ સારું સ્વાસ્થ્ય થાય છે. લીમડાના પાંદડા ગરમ પાણીમાં નાખીને સ્નાન કરવાથી થાક લાગતો નથી. થાક લાગ્યો હોય તો ઉતરી જાય છે. ખંજવાળ, ખોડો ( ડેન્ડ્રફ) , ખીલ, ફોલ્લીઓ અને કાળા ડાઘ મટે છે, અને ચહેરો ચમકદાર Radiant બને છે.

સોડિયમ- નમક વધુ ખાવાથી બી.પી. , સોજા કે કિડનીની સમસ્યા થાય છે.

અર્ક:::::::
તમારા અને મારામાં ( ડો.હરીશ પટેલમાં ) આટલો ફરક છે.

  1. મારું મૌન બોલે છે.
  2. હું અંત:કરણ Subconscous mind સબકોન્સિયસ માઈન્ડ નું સાંભળું છું.
  3. મેં આસકિત ( મોહ માયા ) ત્યાગી છે.
  4. હું દરરોજ 5 ભલાઈના કામો કરું છું.
  5. હું સંન્યાસી છું.

Body Language બોડી લેંગ્વેજ- શરીરની ભાષા વાંચતાં શીખો

  1. જો તમારા ઘરે કોઈ વ્યકિત આવીને સોફા કે ખુરશીમાં બેસીને પગ હાલતા હોય કે હલાવતા હોય તો તેનો અર્થ એવો થાય છે કે તેમના જીવનમાં અશાંતિ છે.
  2. જો કોઈ વ્યકિત બેઠો હોય કે ચાલતો હોય ત્યારે ખાડા ખૈયા વગરનો સપાટ રસ્તો હોય તો પણ સતત નીચું જોઈને ચાલતો હોય તો તેનો અર્થ એવો થાય છે કે તે વ્યકિત નજીકના ભવિષ્યમાં મરવાનો છે.
    ——ડો.હરીશ પટેલ
    બોડી લેંગ્વેજથી વ્યક્તિની પ્રોફાઇલ કહી આપનાર અભ્યાસી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *