અત્યાર સુધી પોસ્ટ ઓફિસ તરફથી વિસ્તાર મુજબ પીન કોડ આપવામાં આવ્યા હતા. જેનાથી ખબર પડતી હતી કે તમારું સરનામું કયા એરિયામાં આવ્યું છે. દા.ત. કાંકરિયા માટે પીન કોડ 380022 હતો. હવે નવા દસ આંકડાના ડીજીપીન થી તમારો એરિયા જ નહીં પણ તમારી સોસાયટીની ખબર પણ પડશે.
હવે ડીજીપીનથી એક્ઝેટ લોકેશન ( સરનામુ ) ખબર પડવાથી એમ્બ્યુલન્સ, ફાયર, બિઝનેસ અને પાર્સલ ડિલીવરી જલ્દી ને વેળાસર પહોંચવાથી સૌને સાનુકુળ રહેશે.
નજીકના ભવિષ્યમાં ફૂડ ડિલીવરી ડ્રોન કરશે એમ લાગે છે. એનો પહેલો યશ સમગ્ર દુનિયામાં આયર્લેન્ડે લીધો છે. આયર્લેન્ડમાં ફૂડ ડિલીવરી ડ્રોનથી આપવાની શરૂઆત થઈ ગઈ છે.
અર્ક::::::::
માનવીના મગજમાં ચાલતો અસ્ખલિત સાંસારિક વિચારોનો પ્રવાહ આધ્યાત્મિક પથ પર બાધારુપ બને છે.
બીજાનું ઉદાહરણ આપવું સહેલું કામ છે. ખરી કમાલ તો જાતે ઊદાહરણરુપ બનવામાં છે.
——ડો.હરીશ પટેલ