હસે તેનું ઘર વસે
÷÷÷÷÷÷÷÷÷÷÷
31 ડિસેમ્બરની રાતે વકીલ ન્યૂ યર પાર્ટીમાં જવા તૈયાર થયા તો પત્ની બોલી કે એક શરતે તમને જવા દઉં કે તમે બોન્ડ પેપર પર લખી આપો કે હું પાર્ટીમાં દારુ પીશ નહીં, જો પીધો તો જીવનભર પત્નીનો ગુલામ બનીને રહીશ. વકીલે લખી આપ્યું.
સવારે વકીલ ચિક્કાર પીને આવ્યા. પત્નીએ કહ્યું આજથી તમે મારા જિંદગીભર માટે ગુલામ.
વકીલ બોલ્યા; ” બિલકુલ નહીં, મેં લખેલું ધ્યાનથી વાંચ. “
વકીલે લખ્યું હતું; હું આજની પાર્ટીમાં દારુ પીશ , નહીં પીધો તો જીવનભર પત્નીનો ગુલામ થઈને રહીશ.
સમજાયું ?
ના સમજાયું, તો જુઓ, વકીલે કોમા નહીં પછી મૂકવાના બદલે પીશ પછી મૂક્યો હતો. હવે ધ્યાનથી વકીલે લખેલું વાક્ય વાંચો.
——–ડો.હરીશ પટેલ