_હરેક વેપારીના અમુક નિશ્ચિત 20 % ગ્રાહકો હોય છે. આવા ગ્રાહકો માટે એ કંઇ પણ કરવા તૈયાર હોય છે. અને ક્યારેય એમને નારાજ નહીં કરે. બસ, આ જ છે 80/20 નો સિદ્ધાંત**
આ સિધ્ધાંત વ્યવસાયમાં અને વ્યક્તિગત જીવનમાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા કયા કાર્યોને પ્રાથમિકતા આપવી તે નક્કી કરવામાં મદદ કરે છે.
આ સિધ્ધાંત મુજબ, 80 % પરિણામ 20 % પ્રયત્નમાંથી આવે છે.
કંપનીના નફાનો 80 % ભાગ 20 % ગ્રાહકોમાંથી આવે છે. 80 % ફરિયાદો 20 % ગ્રાહકોમાંથી આવે છે. 80 % વેચાણ 20 % સેલ્સ સ્ટાફની સહારે આવે છે. 80 % ગ્રાહકો તમારા 20 % ઉત્પાદનો અથવા સેવામાં રસ ધરાવે છે. આને ફલેગશીપ પ્રોડક્ટ કહેવાય છે.
ટૂંકાણમાં આપ આ મહત્વના 20 % જાણી લેશો અને તેના પર કામ કરશો તો 80 % પરિણામો સહેલાઈથી મેળવીને 100 % સફળ થઈ શકશો.
અર્ક::::::
11 મૂરખા રમે અને 11 કરોડ મૂરખા જોઈને દેશના 11 અબજ કામના કલાકો બગાડે એ ક્રિકેટની રમત એ રમત નથી પણ અબજો રુપિયાનો જુગાર છે. જેમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ નથી હોતો!!!
રોટી, કપડા ઔર મકાન જેવી હીટ ફિલ્મ બનાવનાર મનોજકુમાર જો આજે હયાત હોત તો આ ફિલ્મ બનાવત,
” મોબાઇલ, મોબાઇલ ઔર સિર્ફ મોબાઇલ ” !!!
——ડો.હરીશ પટેલ