વરસાદમાં દાળવડા, અને ભજિયા ખાવાની વૈજ્ઞાનિકતા


વરસાદની ઋતુમાં ભેજ વધે છે અને હવાનું દબાણ બદલાય છે, જે આપણી ચયાપચયની ક્રિયા અને ભૂખને અસર કરે છે. ભીના હવામાનમાં આપણું પાચન મંદ પડે છે. પણ પાચનતંત્ર ઉત્તેજિત થવા મસાલેદાર ખોરાક માગે છે.
ભજિયા અને દાળવડા જેવા તળેલા નાસ્તામાં કાર્બોહાઈડ્રેટ અને ચરબી વધુ હોય છે. જે ઝડપી ઉર્જા અને ગરમી પ્રદાન કરે છે. વધુમાં લીલાં મરચાં, આદુ અને હળદર જેવા મસાલામાં એન્ટિ માઇક્રોબાયલ ગુણધર્મો હોય છે જે ચેપ સામે રક્ષણ આપે છે.
પણ સાવધાન:: જે ઇચ્છા હોય એ ખાવ પણ ઘરે બનાવીને ખાવ.
બજારનું ભલે ગમે એટલું સ્વાદિષ્ટ હોય, ભીડ જામતી હોય કે લાઈન લાગતી હોય પણ બજારનું કે રેસ્ટોરન્ટનું ખાવાનું injuries to Health.

અર્ક:::::::

મોબાઇલ એ માહિતી અને જાણકારીનો દરિયો છે, પરંતુ ધ્યાન ના રાખો તો મોતનો કૂવો છે.
—–ડો.હરીશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *