સાવધાન:::મલકે છે ત્રીજુ વિશ્વયુદ્ધ ધીરે ધીરે !!!
દુનિયાના મોટાભાગના દેશોના શાસકો ત્રીજુ વિશ્વયુદ્ધ કરવા થનગની રહ્યા છે. આજે આખું વિશ્વ દારુગોળાના પર્વતની ઉપર બેઠું હોય એમ સૌને લાગે છે. કેમ કે 200-500 વર્ષ પહેલાં કહી ગયા છે અને જેમની તમામ આગાહીઓ સાચી પડી છે તેવા જગતના મહાન ધુરંધર નેસ્ટ્રોડેમસ જેવા ભવિષ્યવેતાઓએ ત્રીજા વિશ્વયુદ્ધની સચોટ આગાહી કરેલી જ છે.
ત્રણ વર્ષથી ભીષણ અને જીવલેણ ચાલતા યુક્રેન – રશિયાના યુધ્ધના શિરમોર વ્લાદિમીર પુતિનના હાથ તો ત્રીજા વિશ્વયુદ્ધ નું ટ્રિગર દબાવવા થનગની રહ્યા છે. અને યુરોપના દેશોને અણુબોમ્બ ડરાવી રહ્યો છે. રશિયાએ મિસાઇલ, સબમરીન અને લડાયક વિમાનો વોર મોડ પર રાખ્યા હોવાથી યુરોપના દેશો ભયભીત થઈ ગયા છે.
બીજી તરફ વિશ્વની મહાન સત્તા એવા અમેરિકાના સરફિરા પાગલ પ્રમુખ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે કે તે અણું કાર્યક્રમ ચાલુ રાખશે તો તેના પર ફરી બોમ્બમારો કરીશ. એ ધમકી ગણકાર્યા વગર ઈરાને અણું કાર્યક્રમો ચાલુ રાખવાનો દ્રઢ નિર્ધાર જાહેર કર્યો છે.
ભિખારી પાકિસ્તાન ઉત્તર કોરિયા અને ચીનની મદદથી એક ખંડમાંથી બીજા ખંડમાં મોકલી શકાય એવી મિસાઈલ સિસ્ટમ અને અણુબોમ્બ પર કામ કરી રહ્યું હોવાથી અમેરિકા અને યુરોપના દેશો ચોંકી ગયા છે. પાકિસ્તાનનો એક આતંકવાદી હુમલો ભારત પાકિસ્તાન યુદ્ધ ભડકાવી શકે છે. નાટોના દેશો પણ પોતાનું સંરક્ષણ બજેટ વધારી રહ્યા છે. ચીન જાપાન સામે પણ યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે.
આમ આખુ વિશ્વ વિશ્વયુદ્ધ કરવા તૈયાર છે. કોઈ પણ બે દેશ વચ્ચેનું યુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરવાઈ જશે. એક બાજુ રશિયા , ચીન અને ઈરાન જેવા દેશો અને બીજી બાજુ યુરોપ અને અમેરિકા જેવી મહાસત્તાઓ યુદ્ધ કરવાના મૂડમાં હોવાથી વિશ્વયુદ્ધના ડાકલા વાગી રહ્યાના સંકેત મળવાથી ભવિષ્યવેત્તાઓની વિશ્વયુદ્ધ થવાની આગાહી સાચી પડશે એવું લાગી રહ્યું છે. પણ વિશ્વની ભલાઈ ઈચ્છતા શાંતિ પ્રિય ડો.હરીશ પટેલ તોપના નાળચામાં કબૂતર માળો બનાવે એવી ભાવના રાખતા હોવાથી વિશ્વયુદ્ધ ના થવાનો ચમત્કાર થાય એમ જગતનું સંચાલન કરતી શક્તિને પ્રાર્થના કરી રહ્યા છે.
અર્ક:::::::::
भला ! मेरा कैसे खून हो जाय पानी ? क्यूंकि मैं हूं एक देशभक्त हिन्दुस्तानी ।।
આઇનસ્ટાઇનને એક પત્રકારે પૂછ્યું કે ત્રીજુ વિશ્વયુદ્ધ કયા વેપનથી લડાશે ? તો તેમણે એવો જવાબ આપ્યો હતો કે ત્રીજાની તો મને ખબર નથી, પણ ચોથું વિશ્વયુદ્ધ પથ્થરોથી લડાશે !!!
એક દેશે કહ્યું હતું કે ” હું કહું એ જ સાચું ” , બીજા દેશે કહ્યું કે ” હું કહું એ જ સાચું ” બસ આ એક જ વાક્યના કારણે પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ થયું હતું !!!
આને Nuerow Linguistic Programing કહેવાય છે.
In the joy of others lies our own.
-Prmukh Swami Maharaj