એક પ્રેરણાદાયક કથાની વ્યથા
અક્ષરધામ મેટ્રો સ્ટેશનની પાસે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ CISF ના એક લેડી કમાન્ડો સુપ્રિયા નાયક મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે કોકે પાછળથી ગળાની સોનાની ચેઈન ખેંચી. તરત જ સુપ્રિયાએ પાછળ ફરીને ચોરના ખભા પર એક જોરદાર હાથની ચોપ મારી દીધી. આથી ખભામાં ફ્રેક્ચર થવાથી ચોર નીચે પડીને ચીસો પાડવા લાગ્યો.
સુપ્રિયાએ ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવીને ચોરને પોલીસને સુપ્રત કરી દીધો.
આ સત્ય કથા અમે ( ડો.હરીશ પટેલે ) એટલા માટે લખી કે શાળા કોલેજના વેકેશનમાં માતા-પિતા તેમના સંતાનોને ક્રિકેટ રમવા કે મામા, કાકા, માસા કે ફુવાના ઘરે મોકલે છે એના બદલે કરાટેની તાલીમ લેવા મોકલે તો દુર્ઘટના સમયે કમ સે કમ પોતાનું રક્ષણ કરી શકે. મેં મારા એક
પુત્ર અને એક પુત્રીને કાંકરિયા સ્થિત વ્યાયામ શાળામાં તાલીમ અપાવી હતી. જ્યારે અમે બંને પતિ-પત્નીએ વન ટ્રી હીલ ગાર્ડનમાં ચાલતા યોગ કેન્દ્રમાં અષ્ટાંગ યોગની તાલીમ લીધી હતી. હું 1984 થી આજે પણ 80 વર્ષની ઉંમરે કાર જાતે ડ્રાઇવ કરીને કાંકરિયા તળાવ બહાર મૂકીને 41 વર્ષથી દરરોજ મોર્નિંગ વોક માટે જાઉં છું. અને બે ગ્લાસ ગરમાગરમ જ્યૂસ પીવું છું. આ વાતો વાંચકોને પ્રેરણા મળે એટલા માટે લખી છે. કોઈ આત્મશ્લાઘા ના સમજે.
( આત્મશ્લાઘા = પોતાનાં વખાણ પોતે કરવાં )
અર્ક:::::::
લેખક વિમાનનો પાયલોટ છે. વાંચક નેવીગેટર છે. વાંચકના ખોળામાં આખા આકાશનો નકશો છે. એમણે લેખકને દિશા બતાવવાની છે. નેવીગેટર ગાઇડ કરે છે. અને પાયલોટ બટન દબાવે છે. આજની મેનેજમેન્ટની ભાષામાં યુઝર ફ્રેન્ડલી કે રિડર ફ્રેન્ડલી બનવાનો આગ્રહ રાખશે. તટસ્થ કે નિષ્પક્ષ રહેશે માટે વિશ્વસનીય રહેશે.