આમ તો ” શતપથ બ્રાહ્મણ ” શાસ્ત્રમાં પ્રવૃતિનો અર્થ 60 વર્ષ સુધી પરિવાર માટે જીવવું અને 60 વર્ષ પછી નિવૃત્તિનો અર્થ આર્થિક પ્રવૃતિ કર્યા સિવાય
બીજા માટે જીવવું એવો થાય છે .પણ જો કોઈ નિવૃતને આર્થિક તકલીફ હોય અને વિષય નિષ્ણાત હો તો Chegg પર સાઈન અપ કરીને રજિસ્ટ્રેશન કરો.
પછી Chegg India માં નિષ્ણાત તરીકે સામેલ થઈ વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓના સવાલોના જવાબો આપશો તો પ્રત્યેક સવાલના જવાબ માટે પૈસા મળશે. તમે મહિનામાં જેટલા સવાલના જવાબ આપો તેટલા પૈસા ઓનલાઇન કમાઈ શકો છો.
અર્ક:::::
તમારું કોઈ અંગ હયાત છે કે નહીં એ જ્યારે ખબર ના પડે ત્યારે એ અંગ તંદુરસ્ત છે એમ કહેવાય છે.
—–ઓશો
આંખ આડા કાન છે , બસ એટલે કહેવું નથી,
ક્યાંય બીજે ધ્યાન છે, બસ એટલે કહેવું નથી,
હોઠ પર હમણાં સુધી જ્યાં માત્ર ફરમાઈશ હતી,
ત્યાં હવે ફરમાન છે, બસ એટલે કહેવું નથી.
ઈલાજ:::::
મૂળા, મોગરી ને દહીં, બપોર પછી નહીં.
——ડો.હરીશ પટેલ