પરિવર્તન પરિવર્તન
પરિવર્તન સંસારનો નિયમ છે એમ સાબિત કરે છે ડો.હરીશ પટેલ
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના તલ્લા બોર્ધો નામના ગામમાં કયારેય મતદાન થતું નથી. ગામના વડીલો અને લોકોની પરસ્પર સર્વ સંમતિથી પ્રધાન ચૂંટાય છે.
કર્ણાટકમાં 6 જિલ્લામાં 7 સ્થળે જનતાએ જ સરકારની મદદ વગર જાતે જ પોતાના ખર્ચે રોડ બનાવ્યા છે અને તૂટેલા રસ્તા બાળકોએ રિપેર કરી દીધા છે._
મહારાષ્ટ્રના સતારા જિલ્લાના હિલ સ્ટેશન મહાબળેશ્વરથી 6 કિલોમીટર દૂર આવેલા ભીલાર ગામના લોકો લગ્નમાં ચાંલ્લો આપતા નથી. હવે પુસ્તકો ભેટ આપે છે.( ડો.હરીશ પટેલ વર્ષોથી લગ્નના રિસેપ્શનમાં ક્યારેય રૂપિયા આપતા નથી, વર-કન્યાને રુદ્રાક્ષ આપે છે. )
હવે જાગી ગયેલા લોકો રિસેપ્શનમાં તુલસીનો છોડ આપે છે.
વણકર, રબારી, ભરવાડ, આદિવાસી ,ઓબીસી સહિત ( ચમાર સિવાય ) દરેક સમાજોએ કુરિવાજો બંધ કરીને નવા સુધારેલા બંધારણ બનાવ્યા છે. ઠાકોર સમાજે તો દારૂ પીવે કે વેચે તેને 2 લાખ રુપિયા દંડનો ઠરાવ કર્યો છે.
હવે ગામોના ગામો અને શહેરના લોકો ચૂંટણીઓમાં કોઈ પણ પક્ષને મત આપવાના બદલે મતદાન મથકમાં જઈને નાટો none of the above એટલે કે કોઈને પણ નહીંનું છેલ્લું બટન વધુ ને વધુ મતદારો દબાવી રહ્યા છે. અર્થાત કોંગ્રેસ અને ભાજપ બંનેથી કંટાળી ગયા હોવાથી પરિવર્તન ઝંખે છે.
અર્ક::::::
नादान है वो जो ये कहते हैं हमने ये किया हमने वो किया,
किसे परवाह है तेरी अय नसीब , तू चले ना चले साथ मेरे,
हम तो सर पे कफन बांध के निकले हैं, आत्मविश्वास है साथ मेरे ।।
ડફોળો બ્રાન્ડેડ કપડાં, સ્કૂટી, બાઈક, કાર, દાગીના ખરીદતી વખતે મોંઘાં-સોંઘાં નથી કરતા, કેમ કે એ સોશિયલ સ્ટેટસ લોકોને દેખાડવા માટે હોય છે. જ્યારે જે શક્તિ આપે છે એ ખાવા-પીવાની ચીજવસ્તુઓ ખરીદતી વખતે મોંઘુ-સોંઘુ કરે છે. મોંઘા ઓર્ગેનિક શાકભાજી નથી ખરીદતા કેમ કે એ લોકો જોવાના નથી. ભેળસેળવાળા તેલનો ભાવ 5 રુપિયા વધે તો કાગારોળ કરે છે, પણ વાહનમાં 5 હજાર વધે તોય હોંશ હોંશે ખરીદે છે.