ભગવાન બુદ્ધ વિહાર કરતા હતા ત્યારે એમણે ઝરણું જોયું ને ભિખ્ખુ આનંદને જળ લાવવાનું કહ્યું.
પણ આ માર્ગેથી કેટલાક રથ પસાર થવાથી ઝરણાનું પાણી કાદવ-કીચડવાળુ હતું. આથી આનંદ પાછા આવ્યા ને બોલ્યા કે ઝરણાનું પાણી ગંદુ હોવાથી આપ રજા આપો તો બીજેથી પાણી લાઉં ?
” ના બીજે જવાની જરૂર નથી. ઝરણાનું જ પાણી લાવો.”
આનંદ બીજીવાર ગયા ને પાણી ગંદુ જોઈને પાછા આવ્યા. બુદ્ધ ભગવાને ત્રીજી વાર મોકલ્યા ત્યારે આનંદે જોયું તો પાણીમાં જે કીચડ હતો તે નીચે બેસી જવાથી જળ ચોખ્ખું થઈ ગયું હતું. આનંદ પાત્રમાં ચોખ્ખું જળ લઈને આવ્યા, અને બોલ્યા; ” આજે આપનો મહાન ઊપદેશ મને સમજાય કે જીવનમાં કશું સ્થાયી નથી. કપરા સમયમાં સંજોગો સામે લડવા માટે ધીરજ રાખવામાં આવે તો માનવી સફળ થઈ શકે છે.
અર્ક::::::::
આવતી 21 જૂન સુધી કોઈને સળી કર્યા સિવાય બેસી રહેશો તો તે ” સખણાસન ” કરવા બદલ તમને ભારત યોગ મંડળના ચેરમેન બનાવીને પદ્મભૂષણનો ઈલ્કાબ આપવામાં આવશે.
——–ડો.હરીશ પટેલ