મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના ઝવેરાતના શોરૂમમાં ધોતિયું, ઝભ્ભો અને ટોપી પહેરેલ 93 વર્ષના ભિખારી સખારામ અને શાંતાબાઈ દંપતિએ મંગળસૂત્રની માગણી કરીને ભીખ માગેલા 1120 રૂપિયાની પોટલી કાઉન્ટર પર મૂકી તો દુકાન માલિકે વૃદ્ધની સમી સાંજે જીવનસાથી પ્રત્યેની પ્રેમની લાગણીની કદર કરીને માત્ર 20 રૂપિયા લઈને 1100 રુપિયા પરત કરીને પ્રેમપૂર્વક મંગળસૂત્ર આપ્યું હતું. આ ઘટનાની વીડિયો ક્લિપ 26 લાખ લોકોએ જોઈ હતી અને એક લાખ લોકોએ કોમેન્ટ કરીને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે માનવતા હજુ જીવે છે.
નેગેટિવિટીથી ખદબદતા ઈન્ટરનેટ પર આ પ્રેમી ઘટનાનું દ્રશ્ય જોઈને અનેક લોકોની આંખો ભીની થઈ હતી.
અર્ક::::::
ભાઈ ચપટી ધૂળ મોકલે તો બહેન માટે કેસર કેરી સમાન કિંમતી હોય છે. જો કંજુસ અને પૈસાની પૂજારી ના હોય તો !!!
કમાય કમરુદ્દીન , જલસા કરે ઝુબેદા
ભારત પાકિસ્તાન અને દુનિયાના અન્ય દેશોના પ્રમુખો, પ્રધાનો, ધનવાનો, કથાકારો, ધર્મગુરુઓ અને ભ્રષ્ટાચારીઓ કાળુ નાણું જમા કરાવે સ્વિસ બેન્કોમાં. પછી સમૃધ્ધ થાય છે સ્વિટ્ઝરલેન્ડ, જેનું રુપ જોવા આવે છે દુનિયા ,અને
સ્વિસ નાગરિકો મેળવે છે મજબૂત અર્થતંત્ર, રાજકીય સ્થિરતા, ગોલ્ડન વિઝા, વિઝામુકત મુસાફરી, ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સંભાળ અને વર્લ્ડ ક્લાસ શિક્ષણ, ઊદાર સામાજિક કલ્યાણ પ્રણાલી, ઊચ્ચ સ્તરની જાહેર સલામતી, નોંધપાત્ર ખરીદ શક્તિ, મહત્વાકાંક્ષી વ્યવસાયિક પ્રોજેક્ટ્સ અને નહીંવત બેરોજગારી.
સ્વિટ્ઝરલેન્ડને આંતરરાષ્ટ્રીય સ્તરે સમગ્ર વિશ્વ ટેક્સ હેવન માને છે. સરકાર બેન્ક ખાતાની માહિતી ગુપ્ત રાખતી હોવાથી રાજનેતાઓ અને ધનવાનો હોંશે હોંશે અબજો રુપિયાનું કાળુ નાણું સ્વિસ બેન્કોમાં જમા કરાવે છે.
2024 માં સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ધન ત્રણ ગણું વધીને 37, 600 કરોડ રુપિયા થયું છે. ભારતીય ગ્રાહકોની ફિક્સ્ડ ડિપોઝિટ 11% વધીને 3,675 કરોડ રૂપિયા થઈ છે.
સ્વિસ બેન્કોમાં ભારત સહિત દુનિયાના અન્ય દેશોના રાષ્ટ્ર પ્રમુખો, વડાપ્રધાનો, ધનવાનો, સરમુખત્યારો, કથાકારો અને ધર્મગુરુઓ પણ ખાતુ ખોલાવીને અબજો રૂપિયા જમા કરાવતા હોય છે. પૈસા જમા કરાવવા સ્વિટ્ઝરલેન્ડ જવાની જરુર હોતી નથી. સ્વિસ બેન્કોના એજન્ટો દ્વારા ખાતુ ખોલાવી શકાય છે.
અર્ક:::::
જીવનના અનેક તબક્કે માનવીને ખબર પડતી જ હોય છે કે હવે ઝાઝો સમય નથી. હવે જવાનો સમય ઢૂકડો આવી ગયો છે. જેમને આવું ના લાગતું હોય તેઓ બોલતા હોય છે કે ના જાણ્યું જાનકી નાથે, પળમાં શું થશે ? પણ વર્તતા એવી રીતે હોય છે જાણે અમરપાટો લખાવીને આવ્યા હોય !!!
——ડો.હરીશ પટેલ