÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

જેમાં પ્રિઝર્વેટિવ્સ, અખાદ્ય કલર, ફલેવર્સ અને ઝેરી કેમિકલ હોય છે તે ફૂડ ખાવાથી અસાધ્ય રોગ થાય છે. અને તે રિયલ ફૂડ નથી.
રિયલ ફૂડ એટલે જે દેશી ખાતરમાંથી પકવેલું હોય અને જે ખેતરમાંથી સીધુ આવે જેમ કે શાકભાજી, આખા અનાજ ( ઘઉં, બાજરી, ચોખા Millets ) ,કઠોળ, દાળ, કરિયાણું આને રિયલ ફૂડ કહેવાય.
આધુનિક લાઈફ સ્ટાઈલ, સમયનો અભાવ સુવિધાઓની માગ અને બજારવાદે આપણને રિયલ ફૂડમાંથી હડસેલીને જંક ફૂડ , ફાસ્ટ ફૂડ, નુડલ્સ, ફ્રોઝન પિત્ઝા, હોટ ડોગ, ચિપ્સ ,કૂકીઝ તથા નોન ઓર્ગેનિક આહાર ખાવા માટે મજબૂર કરી દીધા છે.

આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે 2025 છે.

સુવિધા, સગવડ અને સ્વાદની લાલચમાં તમે સ્વાસ્થ્યનો સોદો કરી રહ્યા છો. આપની થાળીમાં રિયલ ફૂડની ગેરહાજરી આપ અને આપના બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે જોડાએલો ગંભીર પ્રશ્ન છે. સમય આવી ગયો છે કે આપણે જાગૃત થઈ જઈએ અને ખાવા-પીવાની આદતો પર ફરી વિચાર કરીએ. બજારનું ભોજન બંધ કરીને રસોડારુપી ઔષધાલયમાં પાછા ફરવું, સ્થાનિક અને મોસમ પ્રમાણે ઉત્પાદનો ખરીદવા અને ઘરે બનાવેલા સાદા તથા સાત્વિક ભોજનને પ્રાધ્યાન આપવું એ એક માત્ર વિકલ્પ નથી, પરંતુ તંદુરસ્ત જીવન જીવવાની અનિવાર્ય જરૂરિયાત છે.

સંપુર્ણ રોગમુક્ત તંદુરસ્તીનું સરનામું

શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ભોજન પધ્ધતિ


સવારે ઉઠીને બ્રશ કરી સ્નાન કરીને શરીરની બહારની ગંદકી સાફ કરો છો પણ શરીરની અંદરની ગંદકી કે જેણે તમને બીમાર પાડ્યા છે તે કદી સાફ કરો છો ?
સવારે નરણા કોઠે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ નીચોવીને દરરોજ પીઓ. અંદરની ગંદકી સાફ થઈ જશે.
સવારે 8 વાગ્યા પછી જ ભરપૂર નાસ્તો કરવા ચા-રોટલી બંધ કરીને પૌંઆ કે ફ્રુટ્સ ખાવ.
દરરોજ ફીક્સ ટાઈમે જ લંચ લો. કાં શાક-રોટલી કાં દાળ-રોટલી કાં દાળ-ભાત. દાળ-ભાત શાક-રોટલી એક સાથે ખાવાનું બંધ કરો, કેમ કે
બંનેની પાચન અવધિ અલગ અલગ છે.
અથવા ભોજનમાં 2-4 શાકભાજી તેલ વગર કે વધાર્યા વગર તમામ મસાલા નાખીને સ્વાદિષ્ટ બનાવીને બાફીને ગરમાગરમ ખાવ. સલાડ વધુ પ્રમાણમાં ખાવ.
બપોરે નાસ્તામાં પૌંઆ કે ફ્રુટ્સ લો.
સાંજે 6 વાગ્યા પહેલાં ડિનરમાં હળવું એટલે કે ખીચડી જેવું ભોજન લો.
રાત્રે બ્રશ કર્યા પછી એક ગ્લાસ ગરમ પાણી પીને ડાબા પડખે સુઈ જાવ.
સંપુર્ણ તંદુરસ્ત રહેવું હોય તો ફ્રીઝ વેચી નાખો. નાછૂટકે એસી ચલાવવું પડે તો પાણી પુષ્કળ પીવો. પૈસા દવાખાનામાં આપવાના બદલે ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો ખરીદવામાં , હેલ્થ અવેરનેસ અને રોગપ્રતિરોધક શક્તિ વધારવામાં ખર્ચો.

અર્ક::::: ફોન કરો ત્યારે હલો ના બોલો, જય ભીમ, જય શ્રીકૃષ્ણ કે ॐ સદગુરુદેવ બોલો. જ્યારે પણ ડો.હરીશ પટેલને મળો કે ફોન કરો ત્યારે ” નિસર્ગાય નમ (:)હ કહેજો.

તમારી પાસે બે વિકલ્પ છે. હાલ જે આહાર પદ્ધતિ છે તે ચાલુ રાખીને અવારનવાર બીમાર પડી રીબાઈ રીબાઈને ચાલ્યા જાવ, અથવા મેસેજમાં જણાવેલ વૈજ્ઞાનિક ભોજન પદ્ધતિ અપનાવો. સારું એ તમારું.

ઈલાજ::::::
પગનો દુખાવો દૂર કરવા માટે કડવા લીમડાના નવશેકા પાણીનો શેક કરો.

To give money in charity is good, but charitable soul is far greater.

સાધારણ શિક્ષક બોલે છે, સારો શિક્ષક સમજાવે છે. ઊત્તમ શિક્ષક કરી બતાવે છે અને મહાન શિક્ષક પ્રેરણા આપે છે.
—–વિલિયમ આર્થર વોર્ડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *