કેરળના એર્નાકુલમ શહેરના વતની વિનય બાલકૃષ્ણન ઓર્ગેનિક આઈટેમો જેવી કે કેક્ટસ, ખજૂરના બીમાંથી અને ઓઈલ કેક વેસ્ટમાંથી બેસ્ટ હેલ્ધી કટલરી જેવી કે થાળી, વાડકો અને ચમચી બનાવે છે. જે લોકો હોટલમાં કે ઘરે ભોજનની સાથેસાથે હોંશે હોંશે ખાઈ જાય છે.
આ કટલરીના ઓર્ગેનિક વાસણો ભારત સહિત સાત દેશોમાં એક્સપોર્ટ થાય છે. ગયા વર્ષે ત્યજી દેવાયેલા ક્રિસમસ ટ્રીની રસ્તા પરથી સફાઈ કરતાં સ્વિટ્ઝરલેન્ડની સરકારને છ મહિના લાગ્યા હતા. એટલે આ વર્ષે બાયોડિગ્રેડેબલ ટેબલવેર તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ બાલકૃષ્ણનની કંપનીને આપવામાં આવ્યો છે. હવે તેઓ કરોડોમાં આળોટે છે.
ભવિષ્યમાં આવી વધુ પ્રોડક્ટ બનાવીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાનો ઉમદા હેતુ પણ બાલકૃષ્ણનભાઈ ધરાવે છે.
ईसे कहते है एक आइडिया जो बदल दे दुनिया ।।

અર્ક::::::
મારા મરણના પ્રસંગે,રડતાં હતાં સૌ સગાં,
પણ ” હરીશ ” આંસુ કોરાં હતાં.

ધીમું બળશે , પણ ખબર નહીં પડે,
આ ” હરીશ ” નું હ્રદય છે, ધૂમાડો નહીં કરે !!!
——-ડો.હરીશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *