જવાનીના જલસા અને આરોગ્યના નિયમોની અજ્ઞાનતા તેમજ જ્ઞાન હોય તો આચરણની આળસના કારણે તથા કર્મના સિધ્ધાંત મુજબ માનવીનું ઘડપણ બગડે છે. ઘડપણમાં ફ્રીઝ ગોળીઓથી ઊભરાય છે. ( મારા ક્લિનિકમાં 1000 આઈટેમો છે , માત્ર ફ્રીઝ નથી. )એક બીમારી મટે ને બીજી થાય આ સિલસિલો જિંદગીભર ચાલીને અકાળે મોતને આમંત્રણ આપે છે.
ઘડપણ સુધારીને મસ્ત નિરોગી જીવન જીવવાના ત્રણ ઈલાજ છે. 1. પ્રાકૃતિક ચિકિત્સા 2. Geriatric એટલે કે ઘડપણની સારવાર 3. રસાયણ ચિકિત્સા .
જેમને ઘડપણ સુઘારવું હોય તેમણે ડો.હરીશ પટેલનો સંપર્ક સાધવો.
( M ) 94087 64959
નોંધપાત્ર વાત એ છે કે આ સારવાર નિ:શુલ્ક કરવામાં આવે છે._
- દર્દીએ કે સગાએ એપોઈન્ટમેન્ટ લેવી આવશ્યક છે.
અર્ક::::::::
માટીનો જીવ છું, માટીમાં મળી જઈશ,
પળભર માટે ચૈતન્ય રુપ છું, પળમાં જતો રહીશ !!!
ચિંતન:::::::::
સંબંધમાં ચઢાવ- ઉતાર તો આવતા રહેવાના છે. આપણે એટલું ધ્યાન રાખવાનું કે અપ હોય કે ડાઉન, આપણામાં કોઈ ફર્ક ના પડવો જોઈએ.
ઈલાજ:::::::::
રોજ સ્નાન કરીને શરીરની બહારની ગંદકી તો સાફ કરો છો પણ શરીરની અંદરની ગંદકી ક્યારેય સાફ કરી છે? જેના કારણે તમે અને તમારું ફેમિલી અવારનવાર બીમાર પડો છો .!!!
એક ગ્લાસ ગરમ પાણીમાં અડધા લીંબુનો રસ નાખીને નરણા કોઠે, ભૂખ્યા પેટે પીવાથી શરીરની અંદરની ગંદકી દૂર થઈ જશે અને રોગપ્રતિકારક શકિત વધવાથી નિરોગી રહેશો.